<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

સોપારી અને પાનમસાલા ફલેવરનો આઇસક્રીમ

લોકોએ કહ્યું કે બસ, આ દિવસ જોવાનો બાકી હતો? : વિડિયોમાં આ ભાઈ વિમલ પાનમસાલાનું પાઉચ ખોલીને એના આઇસક્રીમ-રોલ બનાવે છે

નવી દિલ્‍હી,તા. ૨૫: આઇસક્રીમના શોખીનો માટે આજે વેનિલા, ચોકલેટ, બટરસ્‍કોચ જેવી કોમન ફલેવર સિવાય પણ અનેક ફલેવર ઉપલબ્‍ધ છે. કેટલાક લોકો બારેમાસ આઇસક્રીમ ખાય છે અને દર વખતે જુદી-જુદી ફલેવર ટ્રાય કરે છે. અમુક જગ્‍યાએ તો ચિલી અને ગાર્લિક જેવા વિચિત્ર ફલેવરના આઇસક્રીમ પણ મળે છે. જોકે સોશ્‍યલ મીડિયા પર તાજેતરમાં જે આઇસક્રીમની રેસિપી વાઇરલ થઈ રહી છે એને જોઈને દરેક આઇસક્રીમપ્રેમીને જોરદાર આંચકો લાગ્‍યો છે.

તમે અત્‍યાર સુધી પાન કે ગુલકંદ જેવી ફલેવર વિશે સાંભળ્‍યું હશે, પણ એક ભાઈએ તો પાનમસાલા નાખીને આઇસક્રીમ તૈયાર કર્યો હતો. વિડિયોમાં આ ભાઈ વિમલ પાનમસાલાનું પાઉચ ખોલીને એના આઇસક્રીમ-રોલ બનાવે છે. આ રોલ તૈયાર થઈ ગયા બાદ વ્‍યક્‍તિ એના પર પાનમસાલો ભભરાવીને આઇસક્રીમને ચોકલેટ સિરપ, ચોકલેટ ચિપ્‍સ અને ઓરિઓ બિસ્‍કિટથી સજાવે છે. પાછું કોઈ ખાસ વસ્‍તુની જેમ વિમલ પાઉચને આઇસક્રીમ સાથે પ્‍લેટમાં રાખી દે છે. લોકોને આ આઇસક્રીમનો વિડિયો જોઈને એટલી સૂગ ચડી કે તેમણે લખ્‍યું કે બસ આ જ દિવસ જોવાનો બાકી હતો.

(9:43 AM IST)