News of Tuesday, 25th June 2024
સત્તા અને વિપક્ષની અંદરથી મિલીભગતઃ બહેન માયાવતી
સંસદમાં બંધારણની નકલ લઇને જવા પર બસપા અધ્યક્ષ નારાજ

લખનૌ તા. રપઃ બસપના સુપ્રીમ બહેન માયાવતીજીએ સપા અને કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો છે. ગઇકાલે ૧૮મી લોકસભાના પહેલા દિવસે સપા-કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ બંધારણનું પુસ્તક લઇને સંસદ પહોંચવા પર બહેન માયાવતીજીએ નામ લીધા વિના આરોપ લગાડયા હતા.
તેમણે જણાવેલ કે, સંસદમાં વિપક્ષ દ્વારા બંધારણની નકલ દેખાડવાના મામલે આ બધા એક જ થાળીના ચટ્ટા-બટ્ટા લાગી રહ્યા છે અને આ બન્ને એ મળીને બંધારણને જ્ઞાતિવાદી, સાંપ્રદાયીક અને પૂંજીવાદી બંધારણ બનાવી દીધું છે. સત્તા અને વિપક્ષની બંન્નેની અંદરથી મિલી ભગત છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
