તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
News of Tuesday, 25th June 2024
દેશના પૂર્વ ઓલંપીયનની મદદે ભારતીય ઓલંપીક એસોશીએશનઃ સ્વાસ્થ્ય સુવીધા-પેન્શન આપવા તૈયારી
આઇઓએ અધ્યક્ષ અને પૂર્વ મહિલા દોડવીર પીટી ઉષાનો પ્રયાસ

નવી દિલ્હી તા. રપઃ ભારતીય ઓલમ્પીક એસોશીએશન પૂર્વ ઓલંપીક એથલીટોને સ્વાસ્થ્ય વીમા પેન્શન દેવાની યોજના પર વિચાર કરી રહ્યું છે. આ અંગે આઇઓએ અધ્યક્ષ પીટી ઉષાએ જણાવેલ કે, કાર્યકારી સમિતિને આ ભલામણનો પ્રસ્તાવ મોકલ્યો છે, જેના પર ટૂંક સમયમાં કમીટી વિચાર-વિમર્શ કરશે.
પીટી ઉષાએ વધુમાં જણાવેલ કે, આઇઓએ પ્રયાસ કરી રહ્યુ઼ં છે કે આ યોજના આવવાથી થનાર ખર્ચ તે પોતે જ વહન કરે. આ યોજનાના વિચાર અંગે પીટી ઉષાએ કહેલ કે પૂર્વ ભારતીય આર્ચર લીંબા રામની ખરાબ સ્થિતિ જોઇને આવ્યો હતો. લીંબા રામ ઘણા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યા છે. જયારે મેં તેમને આઇઓએ ઓફીસમાં વ્હીલચેર પર આર્થીક સહાય માંગતા જોયા ત્યારે ખુબજ દુઃખ થયેલ.
જો કે આ યોજના હેઠળ ફકત પૂર્વ ઓલંપીયનને જ આજીવન સહાય મળશે. પણ તેમના અવસાન બાદ પતિ કે પત્નિને આ પેન્શન આપવામાં નહીં આવે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
