News of Tuesday, 25th June 2024
હજારો વિરોધીઓ કેન્યાની સંસદમાં ઘૂસી ગયા, બિલ્ડિંગના એક ભાગમાં આગ લગાવી દીધી
આ પહેલા મંગળવારે રાજધાની નૈરોબીમાં પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો

કેન્યામાં ટૈક્સને લઈને વિરોધીઓનો ગુસ્સો સતત વધી રહ્યો છે. પ્રદર્શનકારીઓની હરકતોનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આજે હજારો વિરોધીઓ સંસદમાં ઘૂસી ગયા અને બિલ્ડિંગના એક ભાગમાં આગ લગાવી દીધી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા મંગળવારે રાજધાની નૈરોબીમાં પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 50 લોકો ઘાયલ થયા છે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
