<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

રશિયાના દાગેસ્તાનમાં થયેલા આતંકી હુમલામાં મૃતકોની સંખ્યા 21 પર પહોંચી

આતંકવાદીઓએ એક ચર્ચ અને સિનાગોગને નિશાન બનાવ્યું હતું

 રશિયાના દક્ષિણી પ્રદેશ દાગેસ્તાનમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઘાયલ એક પોલીસ અધિકારીનું મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 21 થયો છે. રવિવારના હુમલામાં, આતંકવાદીઓએ એક ચર્ચ અને સિનાગોગને નિશાન બનાવ્યું હતું અને ઉત્તર કાકેશસમાં મુસ્લિમ બહુમતી ધરાવતા ડર્બેન્ટ અને મખાચકલા શહેરોમાં પોલીસ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો રશિયામાં માર્ચ પછીનો સૌથી ઘાતક હુમલો છે

(8:00 PM IST)