News of Tuesday, 25th June 2024
'હું છઠ્ઠી વખત સાંસદ છું... તમે મને શીખવશો: શપથ લીધા પછી પપ્પુ યાદવની કિરેન રીજ્જુ સાથે રકઝક
શપથ ગ્રહણ સમારોહ દરમિયાન પપ્પુ યાદવના ટી-શર્ટ પર હતી જેના પર લખ્યું હતું - ReNEET :પપ્પુ યાદવે શપથ બાદ કેટલાક સૂત્રોચ્ચાર કરતા કિરેન રિજિજુએ તેમને અટકાવ્યા: તેણે કિરેન રિજિજુને કહ્યું - તમે કૃપાથી જીવો છો, હું એકલો લડું છું. હું અપક્ષ તરીકે જીત્યો છું

પૂર્ણિયાથી અપક્ષ સાંસદ પપ્પુ યાદવે મંગળવારે 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા. તેમણે મૈથિલી ભાષામાં શપથ લીધા. ખાસ વાત એ હતી કે પપ્પુ યાદવે જે ટી-શર્ટ પહેરી હતી તેના પર 'ReNEET' લખેલું હતું. પપ્પુ યાદવની સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ સાથે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી.
વાસ્તવમાં, લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા બાદ પપ્પુ યાદવે કેટલાક સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે કહ્યું, RENET, બિહાર માટે વિશેષ દરજ્જો. સીમાંચલ જિંદાબાદ,માનવતાવાદ જિંદાબાદ,ભીમ જિંદાબાદ,અને સંવિધાન ઝિંદાબાદ આ દરમિયાન સામે બેઠેલા સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ તેમને અટકાવ્યા
કિરેન રિજિજુએ સૂત્રોચ્ચાર પર તેમને અટકાવ્યા બાદ પપ્પુ યાદવ ગુસ્સે થઈ ગયા હતા. કિરેન રિજિજુ તરફ આંગળી ચીંધીને તેમણે કહ્યું- હું છઠ્ઠી વખત સાંસદ છું, તમે અમને હવે શીખવશો.
અપક્ષ સાંસદ પપ્પુ યાદવ અહીં જ ન અટક્યા. તેણે કિરેન રિજિજુને આગળ કહ્યું - તમે કૃપાથી જીવો છો, હું એકલો લડું છું. હું અપક્ષ તરીકે જીત્યો છું. તેમણે એમ પણ કહ્યું કે હું સ્વતંત્ર ચૂંટણી જીતીને ચોથી વખત સંસદમાં પહોંચ્યો છું.
પપ્પુ યાદવે એક્સ હેન્ડલ પર પોસ્ટ કર્યું- “શપથગ્રહણ સાથે સંસદીય જીવનની બીજી ઇનિંગ શરૂ થઈ. સંપૂર્ણ બિહારમાં સેવા, ન્યાય અને વિકાસની રાજનીતિનું પૂર્ણિયા મોડલ બનાવવાનો હેતુ છે. શપથ ગ્રહણ દરમિયાન #ReNEET ની માંગ કરી અને બિહાર માટે વિશેષ દરજ્જાની માંગણી કરી!"
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
