તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Tuesday, 25th June 2024
હું નરેન્દ્રભાઈનો હનુમાન છું, મારા વડાપ્રધાન ફરીથી વડાપ્રધાન બને એ એકમાત્ર મારી મહેચ્છા રહી છે: ચિરાગ પાસવાન

લોકસભામાં પાંચ બેઠકો ધરાવતા લોક જનશક્તિ પાર્ટીના સુપ્રીમો, એક સમયના એક્ટર અને સાંસદ ચિરાગ પાસવાને કહ્યું છે કે હું મોદીજીનો હનુમાન છું.
૨૦૧૪માં નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બને એ એકમાત્ર ધ્યેય સાથે હું રાજકારણમાં જોડાયો હતો. એ સમયે અમે યુપીએ મોરચામાં હતા.
ચિરાગ પાસવાને કહેલ કે 'મોદી આર્મી'માં જોડાઈ જવા માટે મેં મારા પિતા રામ વિલાસ પાસવાનને સમજાવ્યા હતા. હું નરેન્દ્રભાઈનો હનુમાન છું. ૨૦૨૪ માં પણ મારો એક માત્ર ધ્યેય અને મહેચ્છા એ જ હતી કે મારા વડાપ્રધાન, ફરીથી વડાપ્રધાન બને...
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
