News of Wednesday, 26th June 2024
શું પેલેસ્ટાઈન અંગેના નારાઓને કારણે ઓવૈસીનું સંસદ સભ્યપદ છીનવી શકાય ?:નિયમો શું કહે છે?
ઓવૈસીએ લોકસભા સાંસદ તરીકે શપથ લેતી વખતે પેલેસ્ટાઈનના સમર્થનમાં નારા લગાવીને વિવાદ સર્જ્યો:પ્રોટેમ સ્પીકરે તેમનું નિવેદન લોકસભાની કાર્યવાહીમાંથી હટાવી દીધું હતું

નવી દિલ્હી :18મી લોકસભામાં નવા ચૂંટાયેલા સભ્ય એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી સાંસદ તરીકે શપથ લઈ રહ્યા હતા, ત્યારે તેમના એક નારાને કારણે વિવાદ થયો હતો. શપથ લીધા બાદ તેમણે 'જય પેલેસ્ટાઈન'ના નારા લગાવ્યા હતા. આ મુદ્દે સત્તાધારી પક્ષ ભાજપે તેમની સામે મોરચો ખોલ્યો હતો.
ભાજપે ઓવૈસીના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે વર્તમાન નિયમો અનુસાર તેમને સંસદમાંથી અયોગ્ય ઠેરવવાના કારણો છે. અનુચ્છેદ 102ને ટાંકીને ભાજપે કહ્યું કે AIMIM વડાને તેમની લોકસભા સભ્યપદથી અયોગ્ય ઠેરવી શકાય છે.
ભાજપના આઈટી ચીફ અમિત માલવિયાએ બંધારણના અનુચ્છેદ 102ને ટાંકીને ટ્વિટર પર લખ્યું, "હાલના નિયમો અનુસાર, અસદુદ્દીન ઓવૈસી વિદેશી રાજ્ય એટલે કે પેલેસ્ટાઈન પ્રત્યે વફાદારી દર્શાવવા બદલ લોકસભાના સભ્યપદ માટે અયોગ્ય ઠરી શકે છે. લોકસભા સચિવાલયને પણ ટેગ કર્યું. અને આ મુદ્દા પર ધ્યાન આપવા જણાવ્યું હતું.
વાસ્તવમાં, બંધારણના અનુચ્છેદ 102 હેઠળ, સંસદના કોઈપણ ગૃહના સભ્યને અયોગ્ય ઠેરવવાના કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કલમ 102 મુજબ, જો કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક નથી અથવા તેણે સ્વેચ્છાએ કોઈ વિદેશી રાજ્યની નાગરિકતા પ્રાપ્ત કરી છે અથવા તે કોઈપણ વિદેશી રાજ્યની નિષ્ઠા અથવા પાલનની સ્વીકૃતિને પાત્ર છે. તેથી તે સંસદનું સભ્યપદ ગુમાવી શકે છે.
ઓવૈસીએ લોકસભા સાંસદ તરીકે શપથ લેતી વખતે પેલેસ્ટાઈનના સમર્થનમાં નારા લગાવીને વિવાદ સર્જ્યો હતો. ગૃહમાં ભાજપના સાંસદોના જોરદાર વિરોધ બાદ પ્રોટેમ સ્પીકરે તેમનું નિવેદન લોકસભાની કાર્યવાહીમાંથી હટાવી દીધું છે. જે સમયે ઓવૈસીએ સાંસદ તરીકે શપથ લીધા હતા તે સમયે સ્પીકર પદ સંભાળી રહેલા રાધા મોહન સિંહે સભ્યોને ખાતરી આપી હતી કે શપથ સમારોહ સિવાય બીજું કંઈ રેકોર્ડ પર નહીં જાય.
આ પહેલા ઓવૈસી શપથ લેવા પહોંચ્યા ત્યારે તેમનું જય શ્રી રામના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ બાદમાં સંસદની બહાર તેમની ટિપ્પણીનો બચાવ કરતા કહ્યું કે તેમણે બંધારણની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન કર્યું નથી. અન્ય સભ્યો પણ જુદી જુદી વાતો કહી રહ્યા છે. મેં કહ્યું 'જય ભીમ, જય તેલંગાણા, જય પેલેસ્ટાઈન'. આ કેવી રીતે ખોટું છે? મને બંધારણની જોગવાઈઓ જણાવો
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
