<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નની મંત્રોચ્ચાર વચ્ચે વિધિ : જુઓ શત્રુઘ્ન સિન્હાએ શેર કર્યો લગ્નનો વિડિઓ

વીડિયોમાં વર-વધૂ પરિવાર સાથે હાથ જોડીને બેઠેલા જોવા મળે છે અને પંડિતજી મંત્રોચ્ચાર કરતા જોવા મળે છે

મુંબઈ :જાણીતા અભિનેતા અને રાજનેતા શત્રુઘ્ન સિન્હાએ તેમની પુત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નની સુંદર તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તેમની પુત્રીના લગ્ન પ્રસંગે, શત્રુઘ્ન સિંહાએ તેમના ફેન્સ અને ચાહકોને લગ્નની અનદેખી ઝલક બતાવીને તેમના આશીર્વાદ માટે આભાર માન્યો છે.

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે 23 જૂને સિવિલ મેરેજ કર્યા હતા. જ્યાં તેના પરિવાર સાથે નજીકના મિત્રોએ હાજરી આપી હતી.

શત્રુઘ્ન સિંહાએ દીકરી સોનાક્ષી સિન્હાના લગ્નના બે વીડિયો અને બે તસવીરો શેર કરી છે. ઝહીર અને સોનાક્ષીના રજિસ્ટર્ડ લગ્ન શત્રુઘ્ન સિન્હાના મુંબઈના ઘર 'રામાયણ'માં થયા હતા. આ પછી, સાંજે દંપતીએ હોટેલ બાસ્ટિયનમાં એક ભવ્ય રિસેપ્શન ફંક્શનનું આયોજન કર્યું, જેની અંદરની તસવીર પણ શત્રુઘ્ન સિંહાએ શેર કરી છે.

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે ભલે સિવિલ મેરેજ કર્યા હોય, પરંતુ તે દરમિયાન તેઓએ કેટલીક ધાર્મિક વિધિઓનું પણ પાલન કર્યું. શત્રુઘ્ન સિન્હા દ્વારા શેર કરવામાં આવેલા પહેલા વીડિયોમાં વર-વધૂ પરિવાર સાથે હાથ જોડીને બેઠેલા જોવા મળે છે અને પંડિતજી મંત્રોચ્ચાર કરતા જોવા મળે છે. જ્યારે બીજા વિડિયોમાં સોનાક્ષીની બ્રાઈડલ એન્ટ્રીનો સમાવેશ થાય છે, જેમાં અભિનેત્રીના મિત્રો ચાદર સેરેમની કરતા જોવા મળ્યા હતા. તેમની વચ્ચે અભિનેતા સાકિબ સલીમ પણ જોવા મળ્યો હતો.

(1:39 AM IST)