News of Thursday, 27th June 2024
વડાપ્રધાનને મળવા બે ખાસ મહેમાનો પહોંચ્યા PMO : બંનેને જોઇ મોદી ખુશ થયા : કવિતા પણ સાંભળી

વડાપ્રધાન મોદીને મળવા માટે બુધવારે બે ખાસ મહેમાનો PMO પહોંચ્યા હતા. આ ખાસ મહેમાનો બીજું કોઈ નહીં પણ બે નાની છોકરીઓ હતી જેમને જોઈને પીએમ મોદી ખૂબ જ ખુશ દેખાતા હતા. આ દરમિયાન તેણે બંને છોકરીઓ સાથે કેટલીક ક્ષણો વિતાવી અને તેમને ખૂબ સ્નેહ વરસાવ્યો હતો. બંને છોકરીઓએ પીએમ મોદીને કવિતા પણ સંભળાવી હતી. આ સાંભળીને તેઓ ખૂબ જ ખુશ દેખાય હતા અને તેણીને અભિનંદન આપ્યા અને પછી તેણીને ગળે લગાવી હતી. પીએમ મોદીએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મીટિંગનો વીડિયો પણ શેર કર્યો છે. બંને છોકરીઓ હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયની પૌત્રીઓ છે. જેમને મળવા તેઓ પોતે પીએમઓ પહોંચ્યા હતા. તેમની પૌત્રીએ પીએમ મોદીના વખાણમાં કવિતા લખી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે પીએમ મોદી બંનેને પાસે બોલાવે છે અને વાતો કરે છે. આ સમય દરમિયાન છોકરીઓ તેમને કવિતાઓ સંભળાવે છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે પીએમ મોદી પોતાના વ્યસ્ત કાર્યક્રમ છતાં સમાજના દરેક વર્ગના લોકો સાથે જોડાવા માટે સમય કાઢે છે. આ ક્રમમાં બુધવારે પીએમ મોદી તેમના બે ખાસ મહેમાનોને મળ્યા હતા. તમને જણાવી દઈએ કે ૯ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની પૌત્રી જશોધરાનો એક વીડિયો શેર કર્યો હતો.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
