<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

કાશ્‍મીરમાં ચમલીયાલ મેળો શરૂ

સતત સાતમા વર્ષે પણ ના થઇ સાકર-શરબતની વહેંચણી

જમ્‍મુ તા. ર૭: ચમલીયાલ સરહદી ચોકી પર દર વર્ષે એક અદ્દભૂત નજારો જોવા મળતો. જયારે સરહદ પર બંદૂકો શાંત થઇ જતી, બન્‍ને દેશની સેનાઓ સાકર અને ખાંડ વહેંચવા પહેલાની ઔપચારિકતાઓ પૂરી કરવામાં લાગી જતી હતી. જીરો લાઇન પર બીએસએફના અધિકારીઓ પાક રેન્‍જરોને ભેટતા તો એવું લાગતું કે સમય રોકાઇ ગયો છે. પણ પાક રેન્‍જરોના અડીયલ વલણે લોકોને આ નજારાથી સતત ૭મી વાર વંચિત રાખ્‍યા છે.

પંજાબના ફીરોઝપુરથી આવનાર લખબર બગ્‍ગા અને ઓરિસ્‍સાથી આવેલ રતિકાંત પહેલી વાર ચમલીયાલ મેળામાં આવ્‍યા તો ખરા પણ તેમને નિરાશા જ મળી. તેઓએ આ મેળા અંગે ઘણાં વર્ષોથી સાંભળ્‍યું હતું અને પહેલી વાર અહીં આવ્‍યા પછી ખબર પડી કે બન્‍ને દેશો વચ્‍ચે સાકર અને શરબતનું આદાન પ્રદાન નથી થયું, જે આ મેળાનું મુખ્‍ય આકર્ષણ રહેતું હતું અને સતત ૭ મા વર્ષે આ પરંપરા તુટી છે.

જમ્‍મુથી લગભગ ૪પ કીલોમીટર દૂર રામગઢ સેકટરમાં ફરી એકવાર આ નજારો જોવા માટે આવેલ હજારોની ભીડને પણ નિરાશા જ મળી હતી.

ઓફીશ્‍યલ રેકોર્ડ અનુસાર, આઝાદી પછીથી જ આ મેળો થાય છે. ચમલીયાલ સીમા ચોકી પર આવેલ બાબા દિલીપસીંહ મન્‍હાસની સમાધીના દર્શને પાકિસ્‍તાની લોકો ભારતીય સીમાની અંદર પણ આવે છે. પણ આ બધું ૧૯૭૧ના ભારત પાક યુધ્‍ધ સુધી જ ચાલ્‍યું હતું કેમકે અત્‍યારે બન્‍ને દેશો વચ્‍ચે સંબંધો એવા વણસ્‍યા કે તેની ખટાશ હજુ સુધી દૂર નથી થઇ. આ દરગાહ ચામડીના રોગોથી મુકિત માટેની માનવામાં આવે છે. અહીંની માટી અને કૂવાના પાણીના લેપથી ચર્મરોગોથી છૂટકારો મળતો હોવાની માન્‍યતા છે. ખરેખર તો અહીંની માટી તથા પાણીમાં રાસાયણીક તત્‍વો છે અને એ તત્‍વો ચામડીના રોગથી મુકિત આપે છે.

(3:30 PM IST)