તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Thursday, 27th June 2024
વિદેશી વિદ્યાર્થીઓને આયુર્વેદ પધ્ધતિનું ઘેલું લાગ્યું:૧૭ દેશના ૬૭ છાત્રો કરી રહ્યા છે અભ્યાસ
જયપુરની રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાન આવ્યા બાદ જીવન પણ બદલાયું

જયપુર તા. ર૭: ફ્રાન્સ, અફઘાનિસ્તાન, ઇરાન સહીતના દેશોમાં ભારતીય પ્રાચીન ચિકિત્સા પધ્ધતિ આયુર્વેદનું ઘેલું લાગ્યું છે. વિદેશી છાત્રો આયુર્વેદ શિક્ષણ મેળવવા ભારત આવી રહ્યા છે. જયપુરની રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાનમાં દેશ સાથે વિદેશના ૧૭ દેશોના ૬૭ વિદ્યાર્થીઓ પણ આ ચિકિત્સા પધ્ધતિનું જ્ઞાન મેળવી રહ્યા છે.
આ વિદેશી છાત્રોમાંથી ઘણા યુજી-પીજી તો ઘણા પીએચડી કરી રહ્યા છે. વિદેશી છાત્રો મુજબ અહીં આવ્યા પછી અમારી જીવનશૈલી બદલી છે. બ્રહ્મમુહુર્તમાં ઉઠવાનું, યોગ-ધ્યાન કરવાને પ્રાથમીકતા છે. તેમણે દિનચર્યા, ઋતુ ચર્યાને પણ અપનાવી લીધી છે. સાથે જ તેમના આહાર, વિહાર અને વિચાર પણ બદલાય ગયા છે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
