News of Thursday, 27th June 2024
યોગ જેનાથી વિશ્વને જોડી શકાયઃ શિવકૃપાનંદ સ્વામી
યુ.કે. અને જર્મનીના સાંસદો એ શિવકૃપાનંદસ્વામીજી સાથે હિમાલયીન ધ્યાનયોગ શિબિરનો લાભ લીધોઃ ‘‘ગ્લોબલ પીસ એન્ડ વેલનેસ એમ્બેસેડર'' તરીકે સન્માન

રાજકોટઃ હિમાલયીન ધ્યાનયોગના પ્રણેતા અને સમગ્ર વિશ્વમાં સમગ્રયોગનો ફેલાવો કરનાર મહર્ષિ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી તાજેતરમાં યુરોપ યાત્રા દરમિયાન તેમની યુ.કે. અને જર્મનીના સાંસદોની સાથે હિમાલયીન ધ્યાનયોગની શિબિરોનું આયોજન થયું હતું.
લંડનના હાઉસ ઓફ લોર્ડઝ ખાતે યુ.કે.ના સાંસદો માટે હિમાલયીન ધ્યાનયોગની પ્રથમ શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં હાઉસ ઓફ લોર્ડઝ નવનીતભાઈ ધોળકિયા તેમજ એશિયન વોઇસ ન્યુઝના સી.બી.પટેલ દ્વારા પૂજ્ય સ્વામીજીનું શ્નગ્લોબલ પીસ એન્ડ વેલનેસ એમ્બેસેડરઙ્ખ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં પ્રવચન, ધ્યાન, પ્રશ્નોત્તરી દ્વારા પૂજ્ય સ્વામીજી એ સાંસદોના પ્રશ્નોનું માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત જર્મનીના બર્લિન ખાતે જર્મનીના સાંસદો માટે હિમાલયીન ધ્યાનયોગની દ્વિતીય શિબિરમાં પ્રવચન, ધ્યાન, પ્રશ્નોત્તરી અને અંતમાં પૂજ્ય સ્વામીજી દ્વારા જર્મનીની સર્વાંગીણ પ્રગતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ બંને શિબિરોમાં યુ.કે. અને જર્મનીના અનેક સાંસદો અને મંત્રીઓએ લાભ લીધો હતો.
આ શિબિરમાં પૂજ્ય સ્વામીજીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કળતિ આપણને ‘‘વસુધૈવ કુટુમ્બકમ''ની ભાવના શીખવે છે, જેનો અર્થ ‘‘સમગ્ર વિશ્વ એક પરિવાર'' થાય છે. આヘર્ય એ થાય કે વિશ્વમાં ઈશ્વર એક નથી, ભાષા એક નથી, સમગ્ર વિશ્વમાં દરેક જણ અનુસરતા હોય તેવી આસ્થા કે ધર્મનું અસ્તિત્વ નથી ત્યારે ભારતીય સંસ્કળતિ શા માટે વિશ્વ એક પરિવાર હોવાનું કહે છે? આ પ્રશ્નનો ઉત્તર છે - ‘‘યોગ''. યોગના માર્ગ કે માધ્યમ દ્વારા સમગ્ર વિશ્વને સાંકળી શકાય છે. છેલ્લાં ૩૦ વર્ષ દરમિયાન હું વિશ્વભરમાં પ્રવાસ કરતો રહ્યો છું. યોગના આ માધ્યમ દ્વારા મેં અલગ-અલગ જાતપાત, માન્યતાઓ, સંસ્કળતિઓ અને દેશોના લોકોને સાંકળ્યા છે. મારા ૩૦ વર્ષના અનુભવથી હું કહી શકું છું કે ‘‘યોગ'' એકમાત્ર માધ્યમ છે જેનાથી સમગ્ર વિશ્વને સાંકળી શકાય.
સ્વામીજીએ આગળ જણાવ્યું હતું, ‘‘યોગનું શારીરિક કસરત તરીકે ખોટું અર્થઘટન થઈ રહ્યું છે. હું સમગ્ર વિશ્વને કહેતો આવ્યો છું કે યોગાસન એ યોગ નથી. યોગાસન માત્ર તમારા તાાયુઓ અને શરીરને મજબૂત બનાવી શકે છે, પરંતુ તમારું ચિત્ત નબળું જ રહેશે. ઈશ્વર આપણી અંદર જ છે, જે હું માનું છું. તમે પવિત્ર આત્મા છો તેમ કહેવાનું શરૂ કરી દો. તમે કેવા છો તે ભૂલી જાઓ, તમારું ચિત્ત મજબૂત બનશે તેની સાથે તમે તમારા જીવનમાં ધરમૂળ પરિવર્તનનો અનુભવ કરવા લાગશો. પ્રવાસ દરમિયાન પૂજય સ્વામીજીએ આયર્લેન્ડ દેશની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં પણ સ્થાનિક લોકો સાથે શિબિર યોજી હતી.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
