<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

NEET પેપર લીંક મામલે CBIની કાર્યવાહી, મનીષ પ્રકાશ અને આશુતોષની ધરપકડ, ર૦ર-રપ વિદ્યાર્થીઓ માટે રૂમ બુક કરાવ્‍યો હતો

બિહારમાં NEET પેપર લીક કેસની તપાસ કરી રહેલી (CBI)એ આજે પહેલી ધરપકડ કરી છેઃ આ કેસમાં સીબીઆઇએ લર્ન એન્‍ડ પ્‍લે હોસ્‍ટેલમાં રૂમ બુક કરાવવાના આરોપી મનીષ પ્રકાશની ધરપકડ કરી છે

પટના-નવી દિલ્‍હી, તા., ર૭:  NEET પેપર લીક કેસની તપાસ કરી રહેલી CBI ટીમો બિહાર અને ગુજરાતમાં તપાસમાં વ્‍યસ્‍ત છે. બિહારમાં સીબીઆઈની ટીમે ગુરુવારે NEET પેપર લીક કેસમાં  સેફ હાઉસમાં રૂમ બુક કરનારા મનીષ પ્રકાશ અને આશુતોષની ધરપકડ કરી હતી. સીબીઆઈએ આરોપી મનીષ પ્રકાશને પૂછપરછ માટે બોલાવ્‍યો હતો અને પછી તેની ધરપકડ કરી હતી. સીબીઆઈએ પેપર લીક મામલે બે આરોપી ચિન્‍ટુ અને મુકેશને રિમાન્‍ડ પર રાખ્‍યા છે. CBIની બે ટીમો નાલંદા અને સમસ્‍તીપુરમાં છે. એક ટીમ હજારીબાગ પહોંચી છે. સીબીઆઈ ઓએસિસ સ્‍કૂલના પ્રિન્‍સિપાલ સહિત કુલ ૮ લોકોની પૂછપરછ કરી રહી છે.

મનીષની સાથે સીબીઆઈએ તેના મિત્ર આશુતોષની પણ ધરપકડ કરી છે. ફચ્‍ચ્‍વ્‍ પેપર લીક કેસમાં આશુતોષની આ બીજી ધરપકડ છે. આજ તક/ઈન્‍ડિયા ટુડે થોડા દિવસો પહેલા આશુતોષનો ઈન્‍ટરવ્‍યુ લીધો હતો જેમાં તેણે પેપર લીકની કબૂલાત કરી હતી.

કોણ છે મનીષ પ્રકાશ?

મનીષ પ્રકાશ એ જ વ્‍યક્‍તિ છે જેણે પોતાના મિત્ર આશુતોષની મદદથી ઉમેદવારો માટે લર્ન એન્‍ડ પ્‍લે સ્‍કૂલ બુક કરાવી હતી. વાસ્‍તવમાં, લર્ન પ્‍લે સ્‍કૂલ, ખેમાણી ચક, પટનામાં બળી ગયેલું NEET પ્રશ્‍નપત્ર NEET પેપર લીક કૌભાંડનો સૌથી મહત્‍વપૂર્ણ પુરાવો છે. સૌથી મોટી વાત એ છે કે મનીષ પ્રકાશે આ પ્‍લે એન્‍ડ લર્ન સ્‍કૂલને આખી રાત માટે ભાડેથી બુક કરાવી હતી. તમને જણાવી દઈએ કે, પટના પોલીસ અને ઈકોનોમિક ઓફેન્‍સ યુનિટ દ્વારા તપાસની સમગ્ર થિયરી આ શાળામાંથી મળેલા બળેલા પ્ર‘પત્ર પર આધારિત હતી. ચ્‍બ્‍શ્‍ ટીમ સતત ફવ્‍ખ્‍ પાસેથી બળી ગયેલા પ્ર‘પત્રો વિશે માહિતી માંગી રહી હતી. તપાસની આગળની કડી આ શાળામાંથી બળી ગયેલા પેપરના સીરીયલ નંબર સાથે જોડાયેલી છે. આ પેપર પર આપવામાં આવેલી માહિતીમાં જાણવા મળ્‍યું છે કે તે હજારીબાગની ઓએસિસ સ્‍કૂલના પરીક્ષા કેન્‍દ્રમાંથી લીક થયું હતું.

એવો આરોપ છે કે મનીષ પ્રકાશે પોતે અહીં ૨૦ થી ૨૫ NEET ઉમેદવારોને રોકયા હતા જેમણે NEET પેપરના પ્ર‘પત્ર અને ઉત્તરવહીને યાદ કરીને પરીક્ષા આપી હતી. એવું પણ કહેવાયું હતું કે મનીષ પ્રકાશે સંજીવ મુખિયાના કહેવા પર ઉમેદવારો માટે આશ્રયની વ્‍યવસ્‍થા કરી હતી. મનીષ પ્રકાશ મૂળ નાલંદાનો છે અને તેનો પરિવાર પટનાના બહાદુરપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના સંદલપુર વિસ્‍તારમાં રહે છે. CBIએ હવે મનીષની ધરપકડ કરી છે, પૂછપરછ દરમિયાન આ કેસ સાથે જોડાયેલા વધુ રહસ્‍યો બહાર આવશે.

(4:35 PM IST)