News of Thursday, 27th June 2024
બીજી ટર્મમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા નવા જ મિજાજમાં જોવા મળ્યા: કોંગ્રેસના સાંસદોને બરાબર ખખડાવ્યા અને બેસાડી દીધા
-પ્રિયંકા ગાંધીએ એકસ ડિજિટલ મીડિયા ઉપર નારાજગી દર્શાવી અને લખ્યું કે શાસક પક્ષના લોકોને સંસદમાં અસંસદીય અને ગેરબંધારણીય સૂત્રોચ્ચાર કરતા રોકવામાં આવ્યા ન હતા, પરંતુ વિરોધ પક્ષના સાંસદે 'જય સંવિધાન' કહ્યું ત્યારે વાંધો ઉઠાવવામાં આવ્યો

આજે સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધન બાદ સ્પીકર ઓમ બિરલા કોંગ્રેસના સાંસદ દિપેન્દ્ર સિંહ હુડ્ડા પર ઉકળી ઉઠ્યા હતા અને અલગ જ મિજાજમાં નજરે પડેલ. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ દિપેન્દ્ર હુડ્ડાને ઠપકો આપ્યો હતો.
કેરળની તિરુવનંતપુરમ લોકસભા સીટ પરથી ચૂંટાયેલા કોંગ્રેસના શશિ થરૂર સાંસદ તરીકે શપથ લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
શશિ થરૂરે શપથ લીધા બાદ જય સંવિધાનનો નારો લગાવ્યો હતો.
આ પછી પોતાની બેઠક એ જતા હતા ત્યારે અધ્યક્ષ ઓમ બિરલાએ તેમને અટકાવ્યા હતા. બિરલાજીએ કહ્યું કે તેઓ બંધારણ ઉપર હાથ રાખી શપથ લઈ રહ્યા છે. આ બંધારણના શપથ છે. પછી તમારે નારા લગાવવાની જરૂર નથી.
સ્પીકરના આ નિવેદન પર કોંગ્રેસના સાંસદ દિપેન્દ્ર હુડ્ડા ઉભા થયા અને કહ્યું કે સાહેબ તમને આના પર વાંધો ન હોવો જોઈએ.
બિરલાજીએ આ પછી દિપેન્દ્ર હુડ્ડાને ઠપકો આપ્યો અને કોના પર વાંધો છે અને કોના પર કોઈ વાંધો નથી તેની સલાહ પોતાને ન આપવા કહ્યું સાથો સાથ તેમને "ચાલો બેસી જાવ"કહી બેસાડી દીધા હતા.
આ પછી કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ અંગે વાંધો વ્યક્ત કર્યો છે. પ્રિયંકાએ એક્સ પર પોસ્ટ કરીને પ્રશ્નાર્થ સ્વરમાં કહ્યું છે કે ભારતની સંસદમાં 'જય સંવિધાન' ન કહી શકાય ?
સ્પીકરના વાંધાઓ પર નારાજગી વ્યક્ત કરતા તેમણે લખ્યું - શાસક પક્ષના લોકોને સંસદમાં અસંસદીય અને ગેરબંધારણીય સૂત્રોચ્ચાર કરતા રોકવામાં આવ્યા ન હતા, પરંતુ વિરોધ પક્ષના સાંસદે 'જય સંવિધાન' કહ્યું ત્યારે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
