તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 27th June 2024
બુલિયન માર્કેટની ચમક ફીકી પડી : સોના ચાંદીના ભાવમાં ઘટાડો
અઠવાડીયાના પ્રથમ કારોબારી દિવસથી જ ચાંદીનો ભાવ સતત ઘટીને 86761 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો.: સોનુ પણ થયું સસ્તું

મુંબઈ :બુલિયન માર્કેટમાં સતત ચાર દિવસથી તેની ચમક ફીકી પડી છે. એટલે કે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે બજારમાં 24 કેરેટ સોનાની કિંમત 71080 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. તો વળી 22 કેરેટ ગોલ્ડનો ભાવ 65110 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે. અઠવાડીયાના પ્રથમ કારોબારી દિવસથી જ ચાંદીનો ભાવ સતત ઘટી રહ્યો છે અને ગુરુવારે તે પડીને 86761 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો.
બજારમાં સોના અને ચાંદીની ચમક આ અઠવાડીયે ફીકી પડી ગઈ છે. ગત અઠવાડીયાના છેલ્લા દિવસે શુક્રવારે 24 કેરેટ ગોલ્ડની કિંમત 72726 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી અને 22 કેરેટ સોનાનો ભાવ 66617 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો.
ચાંદી શુક્રવારે 90666 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. તેના ભાવમાં ગત અઠવાડીયે પણ વધારો જોવા મળ્યો હતો. આ એક અઠવાડીયામાં 87553 રૂપિયાથી 90666 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ચુક્યો હતો. જેમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે
સાથે જ 18 કેરેટ અને 14 કેરેટ સોનાની કિંમતમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો અને 18 કેરેટ સોનાની કિંમત 138 રૂપિયા તૂટીને 53312 રુપિયા પ્રતિ દસ ગ્રામ થઈ, તો વળી 14 કેરેટનો ભાવ બુલિયન માર્કેટમાં 107 રૂપિયા ઘટીને 41584 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયો.
ચાંદીના ભાવમાં પાછલા અઠવાડીયાની તુલનામાં 3900 રૂપિયાની કમી આવી છે. આ જ કમીથી ગુરુવારે ચાંદીનો ભાવ 86761 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
