News of Thursday, 27th June 2024
અમેરિકન એજન્સી CIA એ 'બ્લેક સાઈટ'પોગ્રામ બંધ કર્યાના વર્ષો બાદ ગુપ્તકેદની વિગતો ખુલી
યુદ્ધકેદી તરીકે પકડાયેલ અલ કાયદાનો પૂર્વ કમાન્ડર અબ્દ અલ-હાદી અલ-ઇરાકી, ગ્વાન્ટાનામો ખાડીમાં ટ્રાયલ દરમિયાન પોતાની આપવીતી જણાવતા રડી પડ્યો

અમેરિકાન CIA એજન્સીએ "બ્લેક સાઇટ" પ્રોગ્રામને બંધ કર્યાના વર્ષો પછી તેમની ગુપ્ત કેદ વિષે ની માહિતી બહાર આવી છે
યુદ્ધકેદી તરીકે પકડાયેલ અલ કાયદાનો ભૂતપૂર્વ કમાન્ડર અબ્દ અલ-હાદી અલ-ઇરાકી, ગ્વાન્ટાનામો ખાડી માં ટ્રાયલ દરમિયાન પોતાની આપવીતી જણાવતા રડી પડ્યો અને માફી માગી કે પોતે શું કરી રહ્યો હતો એનું એને ભાન નહોતું.
ઓબામા વહીવટીતંત્રે કાર્યક્રમ બંધ કર્યાના વર્ષો પછી અત્યારે પણ, બ્લેક સાઈટ ના રહસ્યો યથાવત છે. પરંતુ આ ટ્રાયલ દરમ્યાન પ્રથમવાર જ એ જાહેર થયું કે બ્લેક સાઈટ અફઘાનિસ્તાન મા સ્થિત હતી.
હાદી, ઓવરસીઝ બ્લેક સાઇટ નેટવર્કમાં રાખવામાં આવેલા છેલ્લા કેદીઓમાંનો એક કેદી હતો જ્યાં જ્યોર્જ ડબ્લ્યુ. બુશ વહીવટીતંત્રે સપ્ટેમ્બર 11, 2001 ના હુમલા પછી લગભગ 100 આતંકવાદી શંકાસ્પદોને પકડી રાખ્યા હતા અને પૂછપરછ કરી હતી.
અલ કાયદાના ભૂતપૂર્વ કમાન્ડરને ત્યાં કેદ રાખવામાં આવ્યો હતો ત્યારના અનુભવને મીલીટરી કોર્ટમા એણે વર્ણવ્યો હતો. 2006માં પકડાયા પછી આંખે પાટા બાંધી ને દાઢી, વાળ અને કપડાં વિનાના ફોટા લેવાયા હતા. તેણે ક્યારેય સૂર્ય જોયો ન હતો, ન તો કોઈ ગાર્ડ ના અવાજ સાંભળ્યા હતા. ગાર્ડ તેમના માસ્ક સહિત સંપૂર્ણ પણે કાળો યુનિફોર્મ પહેરેલા રહેતા હતા.
સોમવારે કોર્ટમાં તેના વકીલે રજૂ કરેલ ફોટોમા 6 ફૂટની એક ખાલી ચેમ્બર જોતા હાદીએ જણાવ્યું હતું કે તેને ત્રણ મહિના માટે રાખવામાં આવ્યો હતો તે સ્થાન જેવું લાગે છે, બસ તે સમયે દિવાલ પર લોહીના ડાઘા હતા. કોર્ટમાં ઊભુ ન રહી શકાતું જોવાથી હાદી લકવાગ્રસ્ત માટેની થેરાપી ખુરશીમા આવેલ. આ દરમ્યાન એ ઘણીવાર આંખોમાંથી આંસુ લૂછતો દેખાયો હતો.
2003 અને 2004 માં યુદ્ધ સમયના અફઘાનિસ્તાનમાં તેના કમાન્ડ હેઠળના તાલિબાન અને કાયદાના દળોના અમાનવીય વર્તન બદલ માફી માંગી હતી. કેટલીક ટેક્સીને કાર બોમ્બમાં ફેરવવા જેવા હુમલાઓ માટે તેણે નાગરિકો નો ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો. એ સિવાય આત્મઘાતી બોમ્બર ને આદેશ આપવા અને અને હેલિકોપ્ટર પર ગોળી ચલાવવા વગેરે જેવા ગુનાઓ બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.
તેણે કહ્યું કે " મારા માણસોએ જે કર્યું તેની જવાબદારી કમાન્ડર તરીકે હું લઉં છું, હું ઈચ્છું છું કે તમે જાણો હવે મારા દિલમાં કોઈ માટે નફરત નથી. મને ત્યારે લાગ્યું કે હું બરાબર કરી રહ્યો છું. પણ હું સાચો ન હતો. હું માફી માગું છું."
કોર્ટમાં રજૂ કરેલ ફોટો મા દર્શાવ્યા મુજબ શરૂઆતમાં તેને સ્ટીલના શાવર અને ટોઇલેટ સાથે બારી વિનાના સેલ માં રાખવામાં આવ્યો હતો. ઓસામા બિન લાદેનના સ્થાન વિશે મહિનાઓ સુધી સતત તેની પૂછપરછ કર્યા પછી તેને અન્ય સેલ મા ખસેડવામાં આવ્યો હતો.
કોર્ટમાં બતાવેલ અન્ય એક ફોટામા સેલ ખાલી હતો, જેમાં શૌચાલય કે શાવર ન હતા. દિવાલો પર માત્ર ત્રણ સાંકળના પોઈન્ટ હતા. ત્રણ મહિના સુધી તેને ત્યાં રાખવામાં આવ્યો હતો. હાદીએ કહ્યું ત્યાં ફ્લોર પર પાતળી ચટાઈ હતી, શૌચાલય માટે એક ડોલ અને એક દિવાલ પર લોહીના ડાઘ હતા. તેના ખોરાકમા ડુક્કરનું માંસ આવતું, જે ઇસ્લામમાં પ્રતિબંધિત છે. આથી ભોજન વગર તે એટલો નિર્બળ બની ગયો કે તે ઊભો પણ રહી શકતો ન હતો. તેને સૂર્ય પણ ન દેખાતો હોવાથી ઘડિયાળ વગર નમાજ ના સમયની પણ ખબર રહેતી નહી. તેણે એ પણ જણાવ્યું કે ગ્વાન્ટાનામો જેલમાંના 17 વર્ષો દરમ્યાન જ્યારે તેને લકવો થઈ ગયો હતો ત્યારે જેલની સ્ટાફ નર્સોએ તેની સારી રીતે સંભાળ રાખી હતી.
જ્યુરી હાદી માટે 25 થી 30 વર્ષની સજા નક્કી કરશે. પરંતુ યુએસ અધિકારીઓ દ્વારા સજાને ટૂંકી કરી શકાય છે.
ગયા અઠવાડિયે સોમવારે, હાદીના દળો દ્વારા હુમલાનો ભોગ બનેલા લોકોએ હાદી સાથે સીધી વાત કરી. એણે કહ્યું "હું જાણું છું કે બીજા સૈનિકને મરતા કે ઘાયલ થતા જોવું એ શું છે, હું દિલગીર છું. હું જાણું છું કે તમે ઘણું સહન કર્યું છે.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
