<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

'બીચ બોડી'' બનાવવાના ચક્કરમાં ઇંગ્લેન્ડના યુવાનોના જીવલેણ અખતરા ! અયોગ્ય દવાઓ લઈ ગુમાવે છે જીવ

યુ કે ની હોસ્પિટલોમા ઇમરજન્સી વોર્ડમા એવા યુવાનોના કેસ વધવા લાગ્યા જેણે પ્રિસ્ક્રિપ્શન વગર વજન ઘટાડવાની દવા ઓનલાઇન લીધી

ઇંગ્લેન્ડના યુવાનો 'બીચ બોડી" બનાવવાના ચક્કરમા અયોગ્ય રીતે દવાઓ લઇ ને જીવ ગુમાવી રહ્યા છે

યુ કે ની હોસ્પિટલોમા ઇમરજન્સી વોર્ડમા યુવાનોના કેસ વધવા લાગ્યા જેણે પ્રિસ્ક્રિપ્શન વગર વજન ઘટાડવાની દવા ઓનલાઇન લીધી હતી
જમ્યા પછી શરીર કુદરતી રીતે જે હોર્મોન ઉત્પન્ન કરે છે, એક દવા તે હોર્મોન ની નકલ કરે છે. જેનાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે પરંતુ શરીર અંદર થીજ સ્નાયુઓ ને તોડીને ખાવાનું ચાલુ કરી દે અને શરીર ને અંદર થી ખોખલું કરી નાખે છે. જુલાઈ 2023 ના સર્વેક્ષણમાં 4% પુખ્ત વયના લોકોએ વજન ઘટાડવા માટે પ્રિસ્ક્રિપ્શન વગર જ દવાનો ઉપયોગ કરવાની કબૂલાત કરી હતી, જ્યારે 10 માંથી એકે કબૂલાત કરી હતી કે તેઓએ આ પ્રકારની દવા લેવાનું બંધ કર્યું છે.
ડૉ. વિકી પ્રાઇસ, એક્યુટ મેડિસિનના કન્સલ્ટન્ટે જણાવ્યું હતું. "દુર્ભાગ્યે આપણે ગંભીર અને જીવલેણ  રીતે વિકૃત વિચારધારા જોઈ રહ્યા છીએ જેમાં ડોકટર ની સલાહ વગર, દેખાદેખી મા યુવાનોએ લીધેલ દવાથી સ્વાદુપિંડની ગ્રંથિની બળતરા અને લોહીમાં મીઠાના સ્તરમાં ફેરફાર થઈ જાય છે. આનાથી પીડાતા આ દર્દીઓ મૃત્યુ થી બચવા મુશ્કેલ હતા. તેઓ જાતે લીધેલ દવા ના જોખમ વિશે જાણતા ન હતા. વધુ દર્દીઓની તબિયત ખરાબ ન થાય તે માટે ઓનલાઈન વજન ઘટાડવાની દવાઓ માટે તાત્કાલિક નિયંત્રણની જરૂર છે,"


 

(10:48 PM IST)