તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 28th June 2024
છોકરીએ કરી અશ્લીલતાની બધી હદ પારઃ ગાઝિયાબાદના રસ્તા પર સંપૂર્ણ નગ્ન ફરવાનો વીડિયો વાયરલ
માત્ર ૧૦ સેકન્ડના વાયરલ વીડિયોમાં રસ્તા પર રીક્ષા અને અન્ય વાહનો પણ દોડતા દેખાઈ રહ્યા છેઃ પબ્લિક પ્લેસમાં અશ્લીલતા અને અભદ્રતા મામલે પોલીસ તપાસ શરૂ

ગાઝિયાબાદ,તા. ૨૮: ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ શહેરના મોહન નગર વિસ્તારનો એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલાએ અભદ્રતાની બધી જ હદને પાર કરી હોવાનું જોવા મળી રહ્યું છે. આ મહિલા ગાઝિયાબાદના રસ્તા પર નગ્ન અવસ્થામાં દોડી રહી હોવાનો વીડિયો હવે જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
ગાઝિયાબાદના આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલાએ શરીર પર કોઈપણ પ્રકારના કપડાં પહેર્યા નથી અને તે કપડાં વગર જ રસ્તા પર ચાલી રહી છે. વીડિયોમાં દેખાતી મહિલાની પબ્લિક પ્લેસમાં અશ્લીલ અને અભદ્ર હરકત મામલે હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ વીડિયો કયા વિસ્તારનો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસે જણાવ્યું હતું કે આ વીડિયો અમુક મહિના જૂનો હોઈ શકે છે જે હવે વાયરલ થઈ રહ્યો છે.
બુધવારે રાત્રે સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થયો હતો. જેમાં એક મહિલા નગ્ન થઈને ગાઝિયાબાદ ફરતી જોવા મળી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલા પોતાની છાતીને હાથ વડે ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, વીડિયોમાં દેખાતી મહિલા પહેલા તેના વાળને સેટ કરે છે અને ફરી તેને વીખી નાખે છે. આ વીડિયોમાં આગળ એક પુરુષ પણ મહિલાની સામે ચાલીને જતો જોવા મળે છે. જે કદાચ આ મહિલાના શરીર પર કપડું ઓઢાડવા હાથમાં સાડી કે મહિલાના કપડાં લઈને જઈ રહ્યો છે, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.
માત્ર ૧૦ સેકન્ડના વાયરલ વીડિયોમાં રસ્તા પર રીક્ષા અને અન્ય વાહનો પણ પર દોડતા દેખાઈ રહ્યા છે. વાયરલ વીડિયો મોહનનગર ઈન્ટરસેક્શનનો હોવાનું કહેવાય છે, જયાં સતત લોકોની ભીડ રહે છે. અંધારું અને વાહનની લાઇટ ચાલુ હોવાને કારણે વાયરલ વીડિયો રાતનો સમય હોવાનું જણાય છે. જો કે, આ વાયરલ વીડિયોની કેટલો સાચો છે તે બાબતે કઈ પણ કહીં ન શકાય.
આ મામલે સાહિબાબાદના એસીપી રજનીશ ઉપાધ્યાયે જણાવ્યું કે મામલો ધ્યાને આવ્યા બાદ વાયરલ વીડિયોની તપાસ ચાલી રહી છે કે આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે અને તે મહિલા કોણ છે અને તે ક્યાંથી આવી હતી. તપાસ બાદ જ કેટલીક બાબતો સામે આવશે. ઉપાધ્યાયે કહ્યું કે મોહન નગર મેટ્રો સ્ટેશન પાસે લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કર્યાના પાંચ દિવસ પછી પણ આવી કોઈ ઘટના સામે આવી નથી. જો વિડિયોમાં બતાવેલ લોકેશન વર્તમાન પરિસ્થિતિ સાથે મેળ ખાય તો રસ્તાઓ, ડિવાઈડર વગેરેમાં ઘણો ફેરફાર દેખાઈ રહ્યો છે. તેના આધારે કહી શકાય કે આ વીડિયો હાલનો નથી પરંતુ જૂનો હોઈ શકે છે. આ વીડિયો ક્યારનો છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તપાસના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
