<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

આખા દેશમાં ફકત IIBX દ્વારા ગોલ્‍ડ આયાત માટેની મંજૂરી હોવી જોઇએ

બજેટ પહેલા જ્‍વેલરી ઇન્‍ડસ્‍ટ્રીના હિતમાં IBJAની માંગ

મુંબઇ,તા. ૨૮: ઇન્‍ડિયા બુલિયન જવેલર્સ એસોસિયેશન દ્વારા મહત્ત્વપૂર્ણ માંગ વધુમાં વધુ કસ્‍ટમ ડયુટી ઘટાડવા માટે કરવામાં આવી છે. જેથી સોનાની દાણચોરી ઘટાડી શકાય, તે માટેની કરવામાં આવી છે. ઈન્‍ડિયા ઈન્‍ટરનેશનલ બુલિયન એક્‍સચેન્‍જ દ્વારા ટ્રાન્‍ઝેક્‍શન ઉપર ૦.૫%નો વધારાનો લાભ આપવો જોઈએ. જેથી આ એક્‍સચેન્‍જ સરળતાથી ચાલી શકે અને જવેલરી ઉદ્યોગને તેનો સીધો લાભ મળી શકે.

આખા દેશમાં માત્ર ઈન્‍ડિયા ઈન્‍ટરનેશનલ બુલિયન એક્‍સચેન્‍જ દ્વારા સોનાની આયાતની મંજૂરી હોવી જોઈએ. આખા દેશમાં એક્‍સપોર્ટ કરવા સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ અંતર્ગત આઈઆઈટીબીએક્‍સ દ્વારા ચેનલો બનાવવી જોઈએ. જેથી ઉદ્યોગકારોને દરેક જગ્‍યાએ ભટકવું નહી પડે અને સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ કામ થઈ શકે. જેને લીધે દેશના

એકસપોર્ટમાં વધારો થઈ શકશે. સર્વન ગોલ્‍ડ બોન્‍ડ હેઠળ કરવામાં આવેલા રોકાણ પર ગ્રાહકોને આવકવેરા મુક્‍તિ આપવી જોઈએ. સમગ્ર દેશમાં હોલમાર્કિંગ એકસરખી રીતે લાગુ થવું જોઈએ અને તેના નિયમોને સરળ બનાવવા જોઈએ.

મધ્‍યમ વર્ગીય એક્‍સપોટર્સને સરળતાથી ગોલ્‍ડ મળવું જોઈએ

ઇન્‍ડિયા બુલિયન જવેલર્સ એસોસિયેશન, ગુજરાતના પ્રમુખ નૈનેશ પચ્‍ચીગરે જણાવ્‍યું હતું કે, સુરતના ૨૫૦૦ મળી આખા દક્ષિણ ગુજરાતમાં ૩૫૦૦ જેટલા જવેલર્સ છે. જયારે સુરતમાં વરાછા-મહિધપુરા, સેઝ અને ગુજરાત હીરા બુર્સ મળી નાના-મોટા ૭૦૦થી વધુ જવેલરી મેન્‍યુફેક્‍ચરિંગ યુનિટ છે. બેજટને લઈ વિવિધ મહત્ત્વપૂર્ણ માંગણીઓ કરવા સાથે નાના મધ્‍યમ વર્ગીય માટે માત્ર હેઠળ એક્‍સપોટર્સને સરળતાથી ગોલ્‍ડ મળી રહે તે પણ માંગ કરવામાં આવી છે. જો માંગણી સંતોષાય તો તેનો સીધો લાભ ઉદ્યોગકારોને મળી રહેશે.

(9:59 AM IST)