<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

દેશની આર્થિક સ્‍થિરતા જોખમમાં... લોકોની બચત ઘટી : દેવાનો બોજ વધ્‍યો

કોરોના સમયગાળા પછી લોકો પર દેવાનો બોજ વધ્‍યો

નવી દિલ્‍હી તા. ૨૮ : ભારતીય રિઝર્વ બેંકએ નાણાકીય સ્‍થિરતા અહેવાલમાં જણાવ્‍યું હતું કે કોવિડ પછી લોકોનું દેવું વધ્‍યું છે. આ સાથે છેલ્લા દસ વર્ષમાં બચતની રકમમાં પણ ઘટાડો થયો છે. આરબીઆઈએ કહ્યું કે લોકો ઓછી બચત કરી રહ્યા છે અને લોન લઈ રહ્યા છે. તેનાથી દેશની આર્થિક સ્‍થિરતા જોખમાઈ શકે છે. તેથી આના પર ધ્‍યાન આપવું ખૂબ જ જરૂરી છે. RBI અનુસાર, જ્‍ળ્‍૨૦૨૩માં એકંદરે લોકોની બચત GDPના ૧૮.૪% ઘટી છે. ૨૦૧૩ અને ૨૦૨૨ ની વચ્‍ચે, તે સરેરાશ ૨૦% છે. એ જ રીતે, ૨૦૧૩ થી ૨૦૨૨ સુધી, લોકોએ તેમની કમાણીમાંથી સરેરાશ ૩૯.૮ ટકા બચત કરી. પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૩માં તે ઘટીને ૨૮.૫ ટકા થઈ ગયું. ૨૦૧૩ થી ૨૦૨૨ સુધી, લોકોએ તેમની કમાણીના જીડીપીના સરેરાશ ૮ ટકા બચાવ્‍યા, પરંતુ ૨૦૨૩ માં, આ વધીને ૫.૩ ટકા થઈ ગયું.

ભારતનું કુલ દેવું જીડીપીના લગભગ ૪૦.૧ ટકા છે, જે અન્‍ય ઊભરતાં બજાર અર્થતંત્રોની સરખામણીમાં ઓછું છે. આરબીઆઈએ નોંધ્‍યું હતું કે માથાદીઠ જીડીપીના સંદર્ભમાં આ ‘તુલનાત્‍મક રીતે' ઊંચું છે.

સેન્‍ટ્રલ બેંક માને છે કે કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન ઘરેલું નાણાકીય બચત ઝડપથી વધી હતી, હવે તેમાં ઘટાડો થયો છે. વાસ્‍તવમાં, તે હવે ભૌતિક સંપત્તિ તરફ વળ્‍યું છે. લોકો હવે તેમની બચતમાં વિવિધતા લાવી રહ્યા છે અને તેમની મૂડીને નોન-બેંક અને કેપિટલ માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાએ ગુરુવારે જાહેર કરેલા તેના ૨૯મા નાણાકીય સ્‍થિરતા અહેવાલમાં જણાવ્‍યું હતું કે અનુસૂચિત કોમર્શિયલ બેંકો નો ગ્રોસ એનપીએ રેશિયો ઘટીને ૨.૮%ના બહુ-વર્ષના નીચા સ્‍તરે પહોંચી ગયો છે, જયારે નેટ NPA રેશિયોમાં ઘટાડો થવાની ધારણા છે. માર્ચ ૨૦૨૪ના અંતે ૦.૬ ટકા થઈ ગયો છે. આરબીઆઈએ જણાવ્‍યું હતું કે વૈશ્વિક અર્થતંત્ર તણાવ અને ઉચ્‍ચ જાહેર દેવાને કારણે જોખમોનો સામનો કરી રહ્યું છે, પરંતુ ભારતની નાણાકીય વ્‍યવસ્‍થા મજબૂત છે.

(10:29 AM IST)