News of Friday, 28th June 2024
અમરનાથ યાત્રા ની ભાવિકોની પ્રથમ બેચને એલજી મનોજ સિન્હાએ પ્રસ્થાન કરાવ્યું

જમ્મુઃ તા. ૨૮ જમ્મુથી બાલતાલ અને પહલગામ માટે ભકતોની પ્રથમ બેચ ને એલજી સિંહાએ લીલીઝંડી આપી હતી.અમરનાથ યાત્રા પર આવનાર બાબા બર્ફાનીના ભકતો માટે જમ્મુ તૈયાર છે. આજે પ્રથમ બેચ જમ્મુના બેઝ કેમ્ᅠપ ભગવતી નગરથી બાલતાલ અને પહેલગામ માટે રવાના થઇ.
આવતીકાલથી યાત્રા શરૂ થશે. અગાઉ જમ્મુના સરસ્વતી ધામમાં બુધવારથી તાત્કાલિક નોંધણી માટે ટોકન આપવાનું શરૂ થઇ ગયું છે. જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિંન્હા દ્વારા આજે સવારે જમ્મુના અમરનાથ યાત્રા બેઝ કેમ્પથી અમરનાથ યાત્રિકોની પ્રથમ ફલેગ બતાવી રવાના કરવામાં આવી હતી.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
