News of Friday, 28th June 2024
ચૂંટણી પૂરી..ગરજ ખતમ...મોંઘવારીનો ફુટયો બોંબઃ જિયો બાદ હવે એરટેલે મોબાઇલ ટેરિફ વધાર્યા
હવે વાત કરવા ૨૦% વધુ પૈસા આપવા પડશે

નવી દિલ્હી, તા.૨૮: ટેલિકોમ સેક્ટરની અગ્રણી કંપની ભારતી એરટેલે શુક્રવારે ૩ જુલાઈથી મોબાઈલ ટેરિફમાં ભારે વધારો કરવાની જાહેરાત કરી છે. અમર્યાદિત વૉઇસ પ્લાનમાં કંપનીએ ૧૭૯ રૂપિયાના પ્લાનની કિંમત ૧૯૯ રૂપિયા, ૪૫૫ રૂપિયાના પ્લાનની કિંમત ૫૯૯ રૂપિયા અને ૧,૭૯૯ રૂપિયાના પ્લાનની કિંમત વધારીને ૧,૯૯૯ રૂપિયા કરી છે.
પોસ્ટપેડ પ્લાન માટે ૩૯૯ રૂપિયાના ટેરિફ પ્લાનની કિંમત હવે ૪૪૯ રૂપિયા હશે. તે જ સમયે, ૪૯૯ રૂપિયાનો પ્લાન હવે ૫૪૯ રૂપિયામાં ઉપલબ્ધ થશે. હાલના રૂ. ૫૯૯ના પ્લાનની કિંમત હવે રૂ. ૬૯૯ અને રૂ. ૯૯૯ના પ્લાનની કિંમત હવે રૂ. ૧૧૯૯ હશે. વધેલા દરો ૩ જુલાઈથી લાગુ થશે. ભારતી એરટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતમાં ટેલિકોમ કંપનીઓ માટે નાણાકીય રીતે નફાકારક બિઝનેસ મોડલ માટે, મોબાઇલ એવરેજ રેવન્યુ પ્રતિ યુઝર (ARPU) ૩૦૦ રૂપિયાથી વધુ હોવી જોઈએ.
ભારતી એરટેલે જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે ARPUનું આ સ્તર નેટવર્ક ટેકનોલોજી અને સ્પેક્ટ્રમમાં જરૂરી રોકાણને સક્ષમ બનાવશે અને મૂડી પર સાધારણ વળતર આપશે. સવારના વેપારમાં ભારતી એરટેલનો શેર લગભગ એક ટકા વધીને રૂ. ૧,૪૯૧ થયો હતો. અગાઉ, રિલાયન્સ જિયોએ પણ મોબાઇલ ટેરિફમાં ૧૨ થી ૨૭ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી.
નવા ટેરિફના અમલ પછી, એરટેલના પ્રીપેડ ગ્રાહકોએ કંપનીના ડેટા અને કોલિંગ પ્લાનનો લાભ મેળવવા માટે વધુ ચૂકવણી કરવી પડશે. ટેલિકોમ ઓપરેટરનું કહેવું છે કે તે સ્પેક્ટ્રમ અને નેટવર્ક ટેકનોલોજીમાં રોકાણ કરવાનું ચાલુ રાખીને નફાકારક રહેવા માટે ARPUને ૩૦૦ રૂપિયાથી વધુ વધારવાનો પ્રયાસ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે ૧,૭૯૯ રૂપિયાના વાર્ષિક રિચાર્જ પ્લાન અને ૨,૯૯૯ રૂપિયાના પ્લાનમાં અનુક્રમે ૨૦૦ રૂપિયા અને ૬૦૦ રૂપિયાનો વધારો થશે. નોંધનીય છે કે તમામ પ્રીપેડ રિચાર્જ પ્લાન અમર્યાદિત વૉઇસ કૉલ્સ અને દરરોજ ૧૦૦ SMS સુધીની ઑફર કરે છે.
એરટેલના પોસ્ટપેડ પ્લાનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને જુલાઈથી દર મહિને ઊંચા બિલ ચૂકવવા પડશે. રૂ. ૩૯૯નો પ્લાન, જે ૪૦GB ડેટા અને Xstream પ્રીમિયમ સબસ્ક્રિપ્શન સાથે એક કનેક્શન ઓફર કરે છે, ટૂંક સમયમાં રૂ. ૪૪૯માં ઉપલબ્ધ થશે. તે જ સમયે, Xstream પ્રીમિયમ, ડિઝનીૅ હોટસ્ટાર અને એમેઝોન પ્રાઇમ સબ્સ્ક્રિપ્શન સાથે ૭૫ઞ્ગ્ ડેટા ઓફર કરતા રૂ. ૪૯૯ પ્લાનની કિંમત રૂ. ૫૪૯ હશે.
ટેલિકોમ ઓપરેટરના જણાવ્યા અનુસાર, અન્ય બે પોસ્ટપેડ પ્લાનમાં પણ વધારો કરવામાં આવશે. રૂ. ૫૯૯ પ્લાન, જે બે કનેક્શન અને ૧૦૦5GB ડેટા ઓફર કરે છે, તેની કિંમત ટૂંક સમયમાં રૂ. ૬૯૯ હશે, જ્યારે રૂ. ૯૯૯ પ્લાન, જે ચાર કનેક્શન અને ૧૯૦GB ડેટા ઓફર કરે છે, તેની કિંમત ટૂંક સમયમાં રૂ.૧,૧૯૯ હશે. આ બંને પ્લાન Xstream પ્રીમિયમ, Disney+ Hotstar, Airtel Wynk ±Þõ Amazon Prime સબસ્ક્રિપ્શન ઓફર કરે છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
