તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Friday, 28th June 2024
જમ્મુથી અમરનાથ યાત્રાનો પ્રથમ જથ્થો રવાનાઃ એલ.જી.સિન્હાએ કરાવ્યું પ્રસ્થાન
ભાવિકોની સુરક્ષા માટે સીઆરપીએફની ૩પ૦ ટુકડીઓ તૈનાતઃ બાલટાલથી પવિત્ર ગુફાના માર્ગને ભાવિકો વધુ પસંદ કરે છે બમ બમ ભોલેના નાદથી ખીણ પ્રદેશ ગુંજી ઉઠયો

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા., ર૮ઃ બમ બમ ભોલે નાથ સાથે આજથી અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો રવાના થયો છે જમ્મું બેઝ કેમ્પ ખાતે સઘન સુરક્ષા વચ્ચે આજે વહેલી સવારે ઍલ.જી. મનોજસિંન્હાઍ પહેલા જથ્થાને પ્રસ્થાન કરાવ્યું હતું. પહેલા જથ્થામાં ૨૩૧ વાહનોમાં ૪૬૦૩ ભાવિકોઍ બાલતાલ અને પહેલગામ માટે રવાના થયા હતા. જ્યારે સુરક્ષાનો પણ ઍકદમ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે કાલે બાબાની પવિત્ર ગુફાના દર્શન માટે ભાવિકોને બેઝ કેમ્પથી રવાના કરવામાં આવશે. યાત્રામાં સામેલ થવા દેશના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુ પહોંચી રહ્ના છે. અમરનાથ યાત્રાને લઈને સુરક્ષાના ખૂબ જ કડક વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુ સેક્ટરના સીઆરપીઍફઆઇજીઍ જણાવેલ કે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અમે નવી ટેકનીક અને ગાડીઓનો ઉપયોગ કરી રહ્ના છીઍ તેની સાથે જ ગત વર્ષની તુલનામાં આ વખતે સૈનિકોની સંખ્યા પણ વધારવામાં આવી છે. યાત્રિકોની સુરક્ષાને લઈને કોઈપણ સ્થિતિને નીપટવા માટે પર્યા સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. કઠવા જિલ્લામાં લખનપુર આવનાર બીજા રાજ્યોના વાહનોની કડક તપાસ કરી કરવામાં આવી રહી છે આ ઉપરાંત શહેરના પણ અન્ય ભાગોમાં ગાડીઓની તપાસ કરાઈ રહી છે અધિકારીઓ મુજબ તંત્ર આ વર્ષે ચિકિત્સા સુવિધા ઉપર વધુ ધ્યાન દઈ રહ્નાં છે કેમકે ગત વર્ષે સ્વાસ્થ્યના કારણે ૧૦૦ થી વધુ તીર્થયાત્રીઓના મૃત્યુ થયા હતા. તેમણે કહેલ કે રજીસ્ટ્રેશન અથવા ચિકિત્સકીય સ્વાસ્થ્ય પ્રમાણપત્ર વિના કોઈપણ યાત્રીને યાત્રાની પરવાનગી નહીં આપવામાં આવે.
અધિકારીઓ મુજબ તીર્થયાત્રીઓને આગળ વધવાનું હવામાનની સ્થિતિ પર નિર્ભર રહેશે અમરનાથ યાત્રા માટે ૩.૩૦ લાખ ભાવિકોઍ અત્યાર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રજીસ્ટ્રેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે. હવામાનના અનિડ્ઢિત હાલત છતાં પણ દરેક ઉંમરના તીર્થયાત્રીઓમાં ખૂબ જ ઉત્સાહ છે. અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો રવાના થયો તે સમયે શ્રદ્ધાળુઓઍ જણાવેલ કે તેઓ ખૂબ જ ખુશ છે તેમણે કોઈ પણ વાતનો ડર ન હોવાનું પણ જણાવ્યું અને સુરક્ષા વ્યવસ્થા સારી હોવાની પણ વાત કહી હતી દર વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં સુધાર કરવામાં આવે છે મોહાલીની રૂપા ગાંગુલીઍ જણાવેલ કે હું પહેલીવાર અમરનાથ યાત્રા પર આવી છું હું ખૂબ જ રોમાંચિત છું અમે સાંભળ્યું છે તે ગુફા અને ગુફા માર્ગ હજી પણ બરફથી ઢંકાયેલા છે આ ખૂબ જ રોચક હશે ત્યારે ગુજરાતના જીતેન્દ્ર સોલંકી ઍ જણાવેલ કે હું પાંચમી વાર અમરનાથ યાત્રાઍ આવ્યો છું શ્રદ્ધા અને કાશ્મીર ઘાટીમાંં શાંતિના કારણે દરેક વર્ષે તીર્થયાત્રીઓની સંખ્યા વધતી જઈ રહી છે તીર્થયાત્રા ૧૯ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.
સમુદ્રની સપાટીથી ૩,૮૮ મીટર ઊંચાઈ સ્થિત બાબા અમરનાથની ગુફા માટે બે માર્ગ છે ઍક માર્ગ શ્રીનગરથી લગભગ ૧૧૦ કિલોમીટર દૂર પહેલગાવ છે ત્યારે બીજો માર્ગ શ્રીનગરથી ૧૦૦ કિલોમીટર દૂર બાલતાલ થી છે પહેલગામ થી ગુફા નો માર્ગ પારંપરિક છે અને તે ૪૫ કી.મી. લાંબો છે પણ હાલ તીર્થયાત્રીઓ બાલતલથી જાવાના માર્ગને વધુ પસંદ કરે છે કેમકે તે ખૂબ જ નાનો છે અમરનાથ ગુફામાં પવિત્ર બરફનું હોમલિંગ હાજર છે જે સ્વાભાવિક રૂપથી નિર્મિત થાય છે.
તીર્થયાત્રીઓ માટે આ મુખ્ય આકર્ષણ હોય છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે સીઆરપીઍફઍ પોતાની ૩૫૦ ટુકડીઓ તેનાત કરી છે. જેમાં ૫૨ ટુકડીઓ જમ્મુ ક્ષેત્રમાં અમરનાથ યાત્રાની સુરક્ષા સંભાળશે જ્યારે બાકીની ટુકડીઓ ઘાટીમાં યાત્રાની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી છે. કુલ મળીને બીઍસઍફ, કાશ્મીર પોલીસ સેના અને કેરી પુબના ૨ લાખ જવાનો અહીં તૈનાત કરવામાં આવ્યા છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
