<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

રાહુલનું માઈક બંધ કરી દેવામાં આવ્‍યું : NEET પર બોલવા દેવામાં ન આવ્‍યા

સંસદમાં વિપક્ષનો અવાજ દબાવવાનો આરોપ : સરકારને વિદ્યાર્થીઓના ભવિષ્‍યની ચિંતા નથી : રાહુલને એક મિનિટ પણ બોલવા દેવામાં આવ્‍યા ન હતા : ખડગેએ રાજ્‍યસભામાં કહ્યું કે NDA સરકારના ૭ વર્ષમાં ૭૦ વખત પેપર લીક થયા છે : NEET ની ચર્ચા નિયમ ૨૬૭ હેઠળ થવી જોઈએ

નવી દિલ્‍હી, તા.૨૮: લોકસભામાં રાષ્‍ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીનું માઈક બંધ થઈ ગયું હતું. NEET ના મુદ્દે તેમનું માઈક બંધ કરી દેવામાં આવ્‍યું છે. કોંગ્રેસ સાંસદ દીપેન્‍દ્ર હુડ્ડાએ આ આરોપ લગાવ્‍યો છે. હુડ્ડાએ કહ્યું કે NEET પર ચર્ચાની માંગ દરમિયાન રાહુલનું માઈક બંધ કરવામાં આવ્‍યું હતું. વિપક્ષના નેતા માટે માઈક સ્‍વીચ ઓફ કરવું શરમજનક છે. સરકારને વિદ્યાર્થીઓના ભવિષ્‍યની ચિંતા નથી. રાહુલને એક મિનિટ પણ બોલવા દેવામાં આવ્‍યા ન હતા.

દીપેન્‍દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે દેશમાં સતત પેપર લીક થવાના કારણે યુવાનોનું ભવિષ્‍ય બગડ્‍યું છે. હરિયાણામાં પેપર લીકના સૌથી વધુ કેસ જોવા મળ્‍યા છે. NEET પરીક્ષામાં પેપર લીક થયું અને કેન્‍દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાન જવાબદારીથી ભાગી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્‍યારે આ મુદ્દો ગળહમાં ઉઠાવવામાં આવ્‍યો ત્‍યારે માઈક બંધ થઈ ગયું હતું. જો વિપક્ષના નેતાનું માઈક બંધ થઈ જશે તો અન્‍ય સાંસદોમાં રોષ જોવા મળશે. અમે માંગ કરીએ છીએ કે આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવે.NEET પર ચર્ચાની માંગને લઈને બંને ગળહોમાં હોબાળો : આજે સંસદના બંને ગળહોમાં રાષ્‍ટ્રપતિના સંબોધન પર ચર્ચા થઈ રહી હતી. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ NEETના મુદ્દે ગળહમાં હંગામો થયો હતો. થોડા સમય બાદ લોકસભાની કાર્યવાહી પહેલા બપોરે ૧૨ વાગ્‍યા સુધી સ્‍થગિત કરવામાં આવી હતી. આ પછી, જ્‍યારે કાર્યવાહી ફરી શરૂ થઈ, ત્‍યારે ફરીથી તે જ વાત થવા લાગી. વિરોધ પક્ષોએ પહેલા NEET પર ચર્ચાની માંગણી શરૂ કરી. આ પછી લોકસભાની કાર્યવાહી ફરી સોમવારે સવારે ૧૧ વાગ્‍યા સુધી સ્‍થગિત કરી દેવામાં આવી હતી.

ખડગેએ રાજ્‍યસભામાં પેપર લીકનો મુદ્દો ઉઠાવ્‍યો હતો : મલ્લિકાર્જુન ખડગેએ રાજ્‍યસભામાં NEET પેપર લીકનો મુદ્દો ઉઠાવ્‍યો હતો. ખડગેએ કહ્યું કે NEET પર નિયમ ૨૬૭ હેઠળ  ચર્ચા થવી જોઈએ. તેમણે કહ્યું કે એનડીએ સરકાર દરમિયાન ૭ વર્ષમાં ૭૦ વખત પેપર લીક થયા હતા. રાજ્‍યસભામાં વિપક્ષ સતત આની માંગ કરી રહ્યો હતો. આ પછી કાર્યવાહી બપોરે ૧૨ વાગ્‍યા સુધી સ્‍થગિત કરી દેવામાં આવી હતી. જ્‍યારે કાર્યવાહી ફરી શરૂ થઈ ત્‍યારે વિપક્ષી સાંસદોએ ‘પેપર લીક બંધ કરો'ના નારા લગાવ્‍યા હતા.NEET એક મોટો મુદ્દો છે પરંતુ તપાસ ચાલુ છે - પૂર્વ પીએમ દેવેગૌડાNEET મુદ્દે વિપક્ષના હોબાળા પર પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ કહ્યું કે NEET એક મોટો મુદ્દો છે પરંતુ તપાસ ચાલી રહી છે. NEETના લાખો વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે. લાખો વિદ્યાર્થીઓ મુશ્‍કેલીનો સામનો કરી રહ્યા છે પરંતુ સરકાર કાર્યવાહી કરી રહી છે. દેવેગૌડાએ ગળહની કામગીરી સુચારુ રીતે ચલાવવાની માંગ કરી હતી.

(3:34 PM IST)