<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

દિલ્‍હી એરપોર્ટ ઉપર દુર્ઘટનામાં મૃતકોના પરિવારને ૨૦ લાખ ઇજાગ્રસ્‍તોને ૩ લાખની સહાય

કેન્‍દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુની જાહેરાત

નવી દિલ્‍હી,તા. ૨૮: દિલ્‍હી IGI એરપોર્ટ અકસ્‍માતમાં એક વ્‍યક્‍તિનું મોત નીપજયું છે, જયારે લગભગ ૮ લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનોને પણ ઘણું નુકસાન થયું હતું. આ દરમિયાન કેન્‍દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ મૃતકોના પરિવારજનો અને ઘાયલોને વળતરની જાહેરાત કરી છે.કેન્‍દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ મૃતકોના પરિવારજનોને ૨૦ લાખ રૂપિયા અને ઘાયલોને ૩ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. અકસ્‍માત અંગે કેન્‍દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X પર લખ્‍યું, ‘હું દિલ્‍હી એરપોર્ટના ટર્મિનલ ૧ પર છત તૂટી પડવાની ઘટના પર વ્‍યક્‍તિગત રીતે નજર રાખી રહ્યો છું. ઘટનાસ્‍થળે પ્રથમ બચાવ ટીમ કામ કરી રહી છે. ઉપરાંત, એરલાઇન્‍સને વ્‍૧ પર તમામ અસરગ્રસ્‍ત મુસાફરોને મદદ કરવાની સલાહ આપવામાં આવી છે. ઘાયલોને હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.'કેન્‍દ્રીય મંત્રી નાયડુ ઘટનાસ્‍થળે પહોંચી પરિસ્‍થિતિનો તાગ મેળવ્‍યો હતો. આ દરમિયાન દિલ્‍હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓની સાથે NDRFની ટીમ પણ હાજર હતી. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં લગભગ ૮ લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે.

(4:18 PM IST)