News of Friday, 28th June 2024
ફાઇટર પ્લેનોના હુમલાથી બચી શકશે ભારતીય નોૈસેનાના જહાજ
ડીઆરડીઓ જોધપુરે વિકસાવી માઇક્રોવેવ ઓબ્સ્કયૂરેટ ચેફ રોકેટ ટેકનોલોજીઃ આ ટેનકીક ભારત સિવાય કોઇ દેશ પાસે નથી

જોધપુરઃ ડીફેનસ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરઓ)ની જોધપુર લેબોરેટરી દ્વારા વિકસાવવામાં આવેલ મધ્યમ અંતરની માઇક્રોવેવ ઓબ્સ્કયુરેટ ચેફ રોકેટ ટેકનોલોજી (એમઆર-એમ ઓસીઆર) નવી દિલ્હીમાં આયોજીત કાર્યક્રમમાં ભારતીય નોૈસેનાને સોંપી દેવામાં આવી હતી. ડીફેન્સ રીસર્ચ અને વિકાસ વિભાગના સચિવ અને ડીઆરડીઓના અધ્યક્ષ ડોકટર સમીર કામતે આ ટેકનોલોજી રિચર એડમીરલ બૃજેશ વશિષ્ઠને સોંપી હતી. તેનાથી ભારતીય નોૈ સેનાના જહાજો અને એરક્રાસ્ટ કેરીયરો દુશ્મન દેશોના ફાઇટર પ્લેનોના મિસાઇલ હુમલાથી બચી શકશે.
શું છે આ ટેકનોલોજી
વૈજ્ઞાનિકોએ ખાસ ફાઇબર્સની મદદથી ઓબ્સ્કયુરેટ ચેફ ટેકનોલોજી તૈયાર કરી છે તેમાં નાના રોકેટો નાના રોકેટો છે, જે જોખમના સમયે નોૈ સેનાના જહાજ માંથી ફાયર કરવાના રહે છે. આકાશમાં ફાઇબર્સ એક પ્રકારનું કોચલુ તૈયાર કરી લેશે, જે દુશ્મન દેશોના વિમાનના રડાર માંથી આવતા કિરણોને શોષી લેશે જેથી ફાઇટર પ્લેનને ખબર નહી પડે કે નોૈસેના જહાજ ની વાસ્તવિક સ્થિતિ શું છે અને તે હુમલો નહી કરી શકે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
