<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

શિમલામાં પ્રથમ વરસાદમાં જ આખે આખો પહાડ રોડ ઉપર પડયોઃ અનેક વાહનો કાટમાળમાં દબાયા

જો કે કોઇ જાનહાની થઇ નથીઃ મિની કુફતધાર તરફનો રસ્‍તો બંધ થઇ ગયો

શિમલાઃ તા.૨૮: હિમાચલ પ્રદેશમાં ચોમાસું આવતાની સાથે જ તારાજી શરૂ થઈ ગઈ છે. ચોમાસાના પહેલા જ વરસાદને કારણે શિમલામાં ઘણી જગ્‍યાએ ભૂસ્‍ખલન અને કાટમાળને કારણે ભારે નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ લગભગ આઠ વાહનો કાટમાળ નીચે દટાયા હતા. ચમિયાણામાં રોડ કિનારે પાર્ક કરાયેલા ત્રણ વાહનો કાટમાળ નીચે દટાયા હતા જ્‍યારે માલ્‍યાણામાં ડુંગર પરથી પડતાં પથ્‍થરો અને કાટમાળથી ચાર વાહનો અથડાયા હતા. રાહતની વાત એ છે કે આ અકસ્‍માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

કાટમાળના કારણે મિની કુફતધારનો રસ્‍તો બંધ થઈ ગયો હતો

અને ગટરમાં ફેરવાઈ ગયો હતો. શહેરમાં પડી રહેલા કાટમાળના કારણે રસ્‍તાઓ બંધ કરી દેવામાં આવ્‍યા છે અને પાગોગ રોડ પર પથ્‍થરો અને કાટમાળ પડતા વાહન વ્‍યવહારને પણ અસર થઈ છે. સાથે જ જુંગા રોડ પરના ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા.

સિમલામાં વરસાદનું યલો એલર્ટ

હવામાન કેન્‍દ્ર શિમલાએ રાજ્‍યના ઘણા ભાગોમાં આજથી સતત સાત દિવસ સુધી ભારે વરસાદની યલો એલર્ટ જારી કરી છે. આ ઉપરાંત વાવાઝોડાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર આગામી બે દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશના અન્‍ય વિસ્‍તારોમાં દક્ષિણ-પ?મિ ચોમાસું આગળ વધવા માટે સ્‍થિતિ અનુકૂળ દેખાઈ રહી છે.

ગયા

વર્ષે પણ ચોમાસામાં હિમાચલમાં ભયંકર તબાહી સર્જાઈ હતી. ઘણી જગ્‍યાએ વાદળ ફાટવાને કારણે જાનમાલનું મોટું નુકસાન થયું હતું. ભારે વરસાદ અને પૂરના કારણે ૨૯ લોકોના મોતના સમાચાર પણ છે. આ વખતે પણ રાજ્‍યમાં તબાહીની સ્‍થિતિ યથાવત છે.

(4:49 PM IST)