News of Friday, 28th June 2024
અમરનાથ યાત્રીકોને પ્રથમ ટુકડી કાશ્મીર ખીણમાં પહોંચતા ભવ્ય સ્વાગત
ડેપ્યુટી કમિશ્નર, નાગરીક સમાજના સંગઠનો, વેપારીઓ, ફળ ઉત્પાદક સંગઠનો ઉપસ્થિત

નવી દિલ્હી, તા., ર૮: શુક્રવારે સવારે દિલ્હીમાં ભારે વરસાદ થયો હતો. આ વરસાદ બાદ લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ રાજધાનીમાં અનેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી જળસંકટનો સામનો કરી રહેલા દિલ્હીના રસ્તાઓ પહેલા વરસાદમાં જ પાણીથી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાના કારણે લોકોને ગમે ત્યાં અવર-જવર કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન દિલ્હીના જળ મંત્રી આતિશીના ઘરની અંદર અને બહાર પાણી ભરાઈ ગયા છે.
દિલ્હીમાં ચોમાસાના આગમનની સાથે જ નવી સમસ્યાઓ પણ ઉભી થઈ છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. આ દરમિયાન દિલ્હીના જળ મંત્રી આતિષીના ઘરની બહારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે આતિષીના ઘરની બહાર અને અંદર પાણી ભરાઈ ગયા છે.
દિલ્હીના જળ મંત્રી આતિશીના નિવાસસ્થાનની બહારના દ્રશ્યો. ભારે વરસાદને કારણે તેના રહેઠાણની આસપાસનો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે.
દિલ્હીમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને લઈને દિલ્હી સરકારે આજે બપોરે ૨ વાગ્યે દિલ્હી સચિવાલયમાં ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં દિલ્હી સરકારના તમામ મંત્રીઓ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહેશે. દિલ્હીમાં વધી રહેલા જળ ભરાવને જોતા હવે વિપક્ષે પણ આમ આદમી સરકાર પર નિશાન સાધ્યું છે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
