News of Friday, 28th June 2024
દિલ્હીમાં નિર્માણાધીન બિલ્ડીંગના ખાડામાં ત્રણ મજૂરો પડ્યા: બચાવ કામગીરી ચાલુ
એનડીઆરએફ, ફાયર વિભાગ અને પોલીસ અધિકારીઓ દ્વારા બચાવ કામગીરી

નવી દિલ્હી :દક્ષિણ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. અહીં નિર્માણાધીન બિલ્ડીંગના ખાડામાં પડી જતાં ત્રણ મજૂરો ગુમ થયા છે. એનડીઆરએફ, ફાયર વિભાગ અને પોલીસ અધિકારીઓ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે.
દક્ષિણ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. અહીં નિર્માણાધીન બિલ્ડીંગના ખાડામાં પડી જતાં ત્રણ મજૂરો ગુમ થયા છે. એનડીઆરએફ, ફાયર વિભાગ અને પોલીસ અધિકારીઓ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે
. કામદારો સ્થળની નજીકના હંગામી ઝૂંપડામાં રહેતા હતા. ભારે વરસાદના કારણે ઝૂંપડાઓ ખાડામાં પડી ગયા હતા. NDRFની 16મી બટાલિયનના ઈન્સ્પેક્ટર કુણાલે જણાવ્યું કે બાંધકામ હેઠળની ઈમારતના ભોંયરામાં પાણી ઘૂસી ગયું છે. આમાં કેટલાક કામદારો ફસાયા હોવાની આશંકા છે. અમારું બચાવ કાર્ય ચાલુ છે.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
