<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

યુએસ પ્રમુખપદની પ્રથમ ડીબેટમાં યુએસ પ્રમુખ અને ડેમોક્રેટ્સ પાર્ટીના જો બાયડનના અત્યંત નબળા દેખાવ પછી ડેમોક્રેટ્સ પાર્ટી આશ્ચર્યચકિત છે, અમેરિકામાં હવે પ્રશ્ન પુછાય રહ્યો છે કે પ્રમુખ પદની ચૂંટણીમાં જો બાયડન નહીં, તો કોણ ?'

આ માટે પાંચ સંભવિત નવા ઉમેદવારોના ચર્ચાતા નામોમાં ભારતીય મૂળના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરીસનું નામ મોખરે છે..

આતંકિત થયેલા ડેમોક્રેટ્સે સંદેશાઓની આપ-લે કરી કે શું બાયડન પદ છોડવાનું વિચારશે કે કેમ ? જોકે વ્હાઇટ હાઉસના અધિકારીઓએ કહ્યું કે બાયડન માત્ર શરદીથી પીડાય છે. 

કમલા હેરીસ સિવાય ચર્ચાતા નામોમાં પરિવહન સચિવ પીટ બુટ્ટી, કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમ, મિશિગનના ગવર્નર ગ્રેચેન વ્હિટમર અને સેનેટર એલિઝાબેથ વોરેન નામો ચર્ચામાં છે.

(12:05 AM IST)