તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 29th June 2024
પેપર લીક વિવાદ વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષાઓની નવી તારીખો કરાઇ જાહેર: યુ.જી.સી - નેટ ૨૦૨૪ તા. ૨૧ ઓગસ્ટ થી ૪ સપ્ટેમ્બર વચ્ચે યોજાશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ યુ.જી.સી - નેટ પરીક્ષા ૨૦૨૪ જૂન સત્રની પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરી દીધી છે. આ બધી જ પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે. યુ.જી.સી - નેટ પરીક્ષા માટે નવી તારીખો જાહેર કરી દેવામાં આવી છે.
તમામ પરીક્ષાઓ કોમ્પ્યુટર આધારિત પરીક્ષાઓ હશે. એનસીઇટી ૨૦૨૪ ની પરીક્ષા ૧૦ જુલાઈના રોજ લેવામાં આવશે. સંયુક્ત સીએસઆઈઆર યુ.જી.સી - નેટ ૨૫ થી ૨૭ જુલાઈ દરમિયાન હાથ ધરવામાં આવશે. અખિલ ભારતીય આયુષ અનુસ્નાતક પ્રવેશ પરીક્ષા (એઆઈએપીજીઈ ટી) ૨૦૨૪ પહેલેથી નિર્ધારિત ૬ઠ્ઠી જુલાઈના રોજ લેવામાં આવશે.
પેપર લીક વિવાદ વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એન ટી એ) દ્વારા પરીક્ષાઓની નવી તારીખો કરાઇ જાહેર
એનસીઇટી ૨૦૨૪ ની ૧૦ જુલાઈએ લેવાશે પરીક્ષા
જોઈન્ટ સીએસઆઈઆર યુ.જી.સી - નેટ તા. ૨૫ થી ૨૭ જુલાઈ દરમિયાન લેવાશે
યુ.જી.સી - નેટ ૨૦૨૪ તા. ૨૧ ઓગસ્ટ થી ૪ સપ્ટેમ્બર વચ્ચે યોજાશે
આ પરીક્ષા ૧૮મી જૂને યોજાઈ હતી અને પછી રદ કરી દેવામાં આવી હતી. હવે તેનું આયોજન ૨૧ ઓગસ્ટથી ૪ સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવશે.
તમામ પરીક્ષાઓ કોમ્પ્યુટર આધારિત પરીક્ષાઓ હશે.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
