<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

હીરાસર એરપોર્ટ પર દિલ્‍હી જેવી દુર્ઘટના જુઓ વિડિયો

પેસેન્‍જર એરિયામાં વિશાળ કેનોપી તૂટી : ઘાત ગઇ : કોઇ જાનહાની નથી : પિકઅપ અને ડ્રોપ વિસ્‍તારમાં કેનોપી નાસભાગ : ભારે વરસાદને કારણે દુર્ઘટના થયાનું તારણ

રાજકોટ, તા. ર૯ : રાજકોટથી ૩પ કિ.મી. દૂર આવેલા હિરાસર એરપોર્ટની કેનોપી  અને તેની આખી છત ધરાશાયી થતા ભારે નાસ ભાગ મચી ગઇ હતી, જો કે સદ્‌નસીબે કોઇ જાનહાનિ નહિ હોવાનું હાલ બહાર આવ્‍યું છે.

દિલ્‍હી એરપોર્ટ બાદ રાજકોટના આ ઘટના બનતા દેશભરમાં ભારે ચર્ચા ઉપડી છે. એક વર્ષ પહેલા વડાપ્રધાને હિરાસર એરપોર્ટનું લોકાપર્ણ કર્યુ હતું, ત્‍યારે ૧૪૦૦ કરોડનો ખર્ચ થયો હતો.

હિરાસર એરપોર્ટ આસપાસ સવારથી ભારે વરસાદ ચાલુ છે, તેમાં તોફાની પવન ફુંકાતા કેનોપી અને તેની છત તૂટી પડતા  ભારે નાસભાગ મચી હતી, આ ઘટના બની ત્‍યારે કોઇ ફલાઇટ આવી ન હતી, જો કે મુસાફરો જનાર હોય તેઓ વેઇટીંગમાં હતા.

ચોમાસાની શરૂઆતમાં જ હિરાસર એરપોર્ટના નબળા બાંધકામની પોલી ખુલી છે. દિલ્‍હી એરપોર્ટ બાદ રાજકોટમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા એરપોર્ટ પર પેસેન્‍જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ હતી. જો કે, નીચે કોઈ પેસેન્‍જર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

રાજકોટ હિરાસર એરપોર્ટ પર બનેલી ઘટનાને લઈ એરપોર્ટ ડિરેક્‍ટર દિગંત બહોરાએ ટેલિફોનિક નિવેદન આપતા જણાવ્‍યું હતું કે, વરસાદના કારણે પાણી ભરાવાથી કેનોપી તૂટી પડી હતી. દુર્ઘટના ટેમ્‍પરરી ટર્મિનલની બહાર બની હોવાનું સામે આવ્‍યું છે. સમગ્ર ઘટનામાં એક પણ વ્‍યક્‍તિને જાનહાનિ નથી થઈ.એરપોર્ટના નબળા બાંધકામની પોલ ખુલી જવા પામી છે.

(2:56 PM IST)