તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 29th June 2024
લો કર લો બાત : થાણેમાં ડોકટરોએ બાળકનાં પગની જગ્યાએ પ્રાઇવેટ પાર્ટની સર્જરી કરી નાખી
ડોકટરોની આવી લાપરવાહી : હંગામો

થાણે, તા.૨૯: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શાહપુરના ૯ વર્ષના છોકરાના માતા-પિતાએ આરોપ લગાવ્યો છે કે સ્થાનિક જિલ્લા હોસ્પિટલના ડૉક્ટરોએ પગની સર્જરીને બદલે તેમના પુત્રના પ્રાઈવેટ પાર્ટની સર્જરી કરી હતી. તેણે હોસ્પિટલ અને સ્થાનિક શાહપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ડોક્ટરોએ એક જ વયજૂથના ત્રણ દર્દીઓનું એક જ દિવસમાં ઓપરેશન કરવાનું હતું અને તેથી તેમણે આટલી મોટી ભૂલ કરી છે. જો કે, ડોકટરોએ દાવો કર્યો હતો કે પગની શષાક્રિયા કરવી તે યોગ્ય છે, કારણ કે છોકરાને ફીમોસિસ હતો. માતાપ્રપિતાની ફરિયાદ બાદ થાણે સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને તપાસ શરૂ કરી છે. આ પરિવાર શાહપુરના સરવલી ગામમાં રહે છે. બાળકના પિતા રોજીરોટી મજૂર છે જ્યારે માતા ઘરકામ કરે છે.
પરિવારે જણાવ્યું કે ગયા મહિને તેના મિત્રો સાથે રમતી વખતે બાળકના પગમાં ઈજા થઈ હતી. બાળકને સારવાર માટે નિયમિત હોસ્પિટલમાં જવું પડતું હતું કારણ કે તેના ઘામાં ચેપ લાગ્યો હતો. આ પછી, પરિવારે બાળકને ૧૫ જૂને હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં પરિવારના જણાવ્યા અનુસાર, સ્વપ્નિલ નામના ડૉક્ટરે તેનું ઓપરેશન કર્યું.
બાળકની માતાએ કહ્યું, જ્યારે ડૉક્ટર મારા પુત્રને ઑપરેશન થિયેટરમાંથી બહાર લાવ્યા ત્યારે મારા દીકરાએ મને કહ્યું કે ડૉક્ટરે તેના પગને બદલે તેના પ્રાઈવેટ પાર્ટનું ઑપરેશન કર્યું છે. જ્યારે મેં ડૉક્ટરને આ વિશે પૂછયું, તે બાળકને ઝડપથી ઓપરેશન થિયેટરમાં લઈ ગયો અને તેના પગનું ઓપરેશન કર્યું.ૅ પરિવારજનોએ જ્યારે ડોક્ટરને પૂછયું તો તેણે કહ્યું કે બાળક ઠીક થઈ જશે. જ્યાં સુધી હોસ્પિટલે તેમને લેખિતમાં જાણ ન કરી કે તેમના બાળકને કંઈ થશે નહીં ત્યાં સુધી પરિવારે બાળકને ઘરે લઈ જવાનો ઇનકાર કર્યો હતો. દરમિયાન, પરિવારની ફરિયાદના પગલે શહેરના કાર્યકરોએ મુદ્દો ઉઠાવ્યો છે અને ઓપરેશનમાં કથિત ગેરરીતિ માટે જવાબદાર તબીબ સામે પગલાં લેવાની માંગ કરી છે.
શાહપુર જિલ્લા આરોગ્ય હોસ્પિટલના અધિકારી ગજેન્દ્ર પવારે જણાવ્યું હતું કે, પગની ઇજા ઉપરાંત, બાળકને ફીમોસિસની સમસ્યા પણ હતી, જેના કારણે અમે તેના પ્રાઇવેટ પાર્ટનું ઓપરેશન કર્યું હતું.ૅ જ્યારે પૂછવામાં આવ્યું કે શું પરિવારે ફરિયાદ કરી છે કે ઓપરેશન પહેલાં તેમને આ વિશે કંઈપણ કહેવામાં આવ્યું ન હતું, પવારે કહ્યું કે કેટલીકવાર દર્દીના જુદા જુદા સંબંધીઓ હોસ્પિટલમાં રહે છે, તેથી શકય છે કે તેઓ સમજી શકયા ન હોય. પરંતુ પરિવારે ફરિયાદ કરી હોવાથી સિવિલ સર્જનની ટીમ તપાસ કરશે, તેમણે કહ્યું.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
