<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

યુપીમાં બે હજાર કરોડના ખર્ચે બનશે બાયો પ્‍લાસ્‍ટીક પાર્ક : એક હજાર હેકટર જગ્‍યામાં સ્‍થાપિત થનાર પાર્કનું કામ જલ્‍દી પુરૂ કરવા મુખ્‍યમંત્રીનો આદેશ

લખીમપુર ખીરી,તા. ર૯ : બાયો પ્‍લાસ્‍ટીકના નિર્માણ દ્વારા પર્યાવરણીય પ્રદુષણને ઘટાડવામાં લાગેલી યોગી સરકાર રાજયમાં બે હજાર કરોડના ખર્ચે બાયો પ્‍લાસ્‍ટીક પાર્કની સ્‍થાપના કરવા જઇ રહી છે. લખીમપુરખીરીના પુરો કરવાના આદેશ મુખ્‍યમંત્રીએ આપ્‍યા છે. આ પાર્કને બલરામપુર ખાંડ મીલ કંપની બનાવશે. આ પ્રોજેકટથી અહીં મોટા પાયે નોકરીઓનું સર્જન થશે એટલું જ નહીં પણ કેટલાય સહાયક ઉદ્યોગો પણ સ્‍થાપિત થશે.

બાયોપ્‍લાસ્‍ટીક એક એવું પ્‍લાસ્‍ટીક છે જે કુદરતી સામગ્રીઓ જેવી કે મકાઇ, સુરજમુખી અથવા ખાંડના કણોથી બનાવવામાં આવે છે. તેને કુદરતી પ્‍લાસ્‍ટીક પણ કહે છે તે ઝડપથી વિઘટીત થઇ જતુ હોવાથી પર્યાવરણ પર તેની અસર ઓછી થાય છે. તેના ઉપયોગથી પર્યાવરણ પર તેની અસર ઓછી થાય છે. તેના ઉપયોગથી પર્યાવરણ સ્‍થિરતાને પ્રોત્‍સાહન મળે છે. એટલું જ નહીં, તેનો ઉપયોગ અલગ-અલગ ઉદ્યોગમાં કરી શકાય છે જેમકે પેકેજીંગ, રેડીમેડ કપડા, ઇલકેટ્રોનિકસ અને અન્‍ય ઔદ્યોગિક વસતુઓ તેના વિકાસ અને ઉપયોગથી પ્‍લાસ્‍ટીક પ્રદુષણનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે અને પર્યાવરણીય સ્‍થિતિ સુધારવામાં તે બહુ મદદગાર સાબિત થઇ શકે છે. 

(3:27 PM IST)