<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

ઈરાનની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈને બહુમતી નહીં : મસૂદ અને જલીલી વચ્ચે ટક્કર : 5 જુલાઈએ ચૂંટણી

ઈરાનમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારને નિર્ધારિત 50 ટકાથી વધુ મત મળ્યા નથી:5 જુલાઇએ બે ટોપ વોટ મેળવનાર ઉમેદવારો વચ્ચે બીજી હરીફાઈ

ઈરાનમાં શુક્રવારે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોઈ ઉમેદવારને બહુમતી મળી ન હતી. કોઈપણ ઉમેદવારને 50 ટકા મત ન મળ્યા બાદ 5 જુલાઈએ ફરી મતદાન થશે. સૌથી વધુ મત મેળવનાર સઈદ જલીલી અને મસૂદ પજશ્કિયાન વચ્ચે જોરદાર ટક્કર થશે

  ઈરાનના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, "કોઈપણ ઉમેદવારે જીતવા માટે જરૂરી 50% થી વધુ મત મેળવ્યા નથી." કુલ 2.4 કરોડ મત પડ્યા હતા. મસૂદ પેજેશકિયનને 1.04 કરોડ અને સઈદ જલીલીને 94 લાખ વોટ મળ્યા હતા. ત્રીજા સ્થાને સંસદના સ્પીકર બકર કાલીબાફ હતા જેમને 33 લાખ વોટ મળ્યા અને મુસ્તફા પોરમોહમ્મદીને 2 લાખ 6 હજાર વોટ મળ્યા.

   અગાઉ 2005માં દેશના ઈતિહાસમાં બીજી વખત ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ કટ્ટરપંથી મહમૂદ અહમદીનેજાદે પૂર્વ રાષ્ટ્રપતિ અકબર હાશેમી રફસંજાનીને હરાવ્યા હતા.

   ચૂંટણી પહેલા ઉપપ્રમુખ અમીર હુસૈન કાઝીઝાદેહ હાશ્મીએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. હાશ્મીએ ક્રાંતિકારી દળની અખંડિતતા જાળવી રાખવા માટે આ પગલું ભર્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે અન્ય ઉમેદવારો મોહમ્મદ બકર, સઈદ જલીલી અને અલી રઝા જાકાની દળને મજબૂત કરવા સર્વસંમતિ આપશ

 દેશની ગાર્ડિયન કાઉન્સિલ દ્વારા ઉમેદવારોની અરજીઓની સમીક્ષા કરવામાં આવે છે. તેમની મંજૂરી મળ્યા બાદ ઉમેદવાર ચૂંટણી લડી શકશે. આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 80 લોકોએ અરજી કરી હતી. જોકે, ગાર્ડિયન કાઉન્સિલને માત્ર છ લોકો જ ચૂંટણી લડવા માટે લાયક જણાયા હતા. .

(7:08 PM IST)