News of Sunday, 30th June 2024
76 રન ફટકાર્યા છતાં વિરાટના નામે શરમજનક રેકોર્ડ : નબળા રેકોર્ડની યાદીમાં પાકિસ્તાનનો ખેલાડી ટોચ પર
T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં વિરાટ કોહલીએ 59 બોલમાં 76 રન બનાવ્યા પરંતુ હવે શરમજનક રેકોર્ડના કારણે ચર્ચામાં

મુંબઈ : ફાઈનલ મેચ પહેલા વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ 2024ની સાત ઇનિંગ્સમાં માત્ર 75 રન બનાવ્યા હતા. પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની ટાઈટલ મુકાબલામાં કોહલીએ 59 બોલમાં 76 રનની ઈનિંગ રમીને પોતાના ટીકાકારોને ચૂપ કરી દીધા હતા. પરંતુ કોહલી એક ખોટા કારણથી પણ હેડલાઈન્સમાં છે કારણ કે તેનું નામ હવે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ધીમી અડધી સદી ફટકારનારા ખેલાડીઓમાં સામેલ થઈ ગયું છે. આ યાદીમાં સૂર્યકુમાર યાદવ પણ તેમનાથી આગળ છે.
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ધીમી અડધી સદીની ઈનિંગ્સ રમવાનો રેકોર્ડ પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનના નામે છે. રિઝવાને આ વર્લ્ડ કપમાં કેનેડા સામે 52 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ યાદીમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરનું નામ પણ સામેલ છે. મિલરે આ જ વર્લ્ડ કપમાં નેધરલેન્ડ સામેની મેચમાં 50 બોલમાં પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી.
વેસ્ટ ઈન્ડિઝના ડેવોન સ્મિથ, ઓસ્ટ્રેલિયાના ડેવિડ હસી અને ભારતના સૂર્યકુમાર યાદવ, ત્રણેયએ 49 બોલમાં અર્ધસદી ફટકારી છે. આ બધા પછી વિરાટ કોહલી આવે છે, જેણે દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલ મેચમાં 48 બોલમાં 50 રન પૂરા કર્યા હતા.
મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન) – 52 બોલ ડેવિડ મિલર (દક્ષિણ આફ્રિકા) - 50 બોલ ડેવોન સ્મિથ (વેસ્ટ ઈન્ડિઝ) - 49 બોલ ડેવિડ હસી (ઓસ્ટ્રેલિયા) – 49 બોલ સૂર્યકુમાર યાદવ (ભારત) – 49 બોલ વિરાટ કોહલી (ભારત) – 48 બોલ
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ ભારતીય ખેલાડીના નામે છે. યુવરાજ સિંહે 2007 T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં 6 સિક્સર ફટકારી હતી, તે જ મેચમાં તેણે માત્ર 12 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. ત્યારથી ટી20 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ યુવરાજના નામે છે. આ રેકોર્ડ તોડવાની સૌથી નજીક નેધરલેન્ડનો એસજે માયબર્ગ આવ્યો, જેણે 2014 વર્લ્ડ કપમાં 17 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
