<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

વિદેશ મંત્રી એસ જયશંકરે T20 ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયાને અનોખા અંદાજમાં આપ્યા અભિનંદન

નવી દિલ્હી: ICC T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવ્યું, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટર પર પોસ્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. 

ભારતીય ક્રિકેટ ટીમે શનિવારે બાર્બાડોસમાં ICC T20 વર્લ્ડ કપ જીત્યો. ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવ્યું હતું. જેને લઈ હવે ટીમ ઈન્ડિયાને ચારે કોરથી શુભકામનાઓ મળી રહી છે. ગઇકાલે રાતે વડાપ્રધાન મોદીએ પણ ભારતીય ટીમને જીત માટે શુભકામનાઓ પાઠવી હતી.

 આ તરફ હવે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટર પર પોસ્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, અભિનંદન ટીમ ઈન્ડિયા, શું મેચ! શું કેચ!".

(11:22 AM IST)