<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

મોદી સરનેમને લઈને કેસમાં રાહુલ ગાંધીને ફરી કોર્ટમાં હાજર થવું પડશે

કોર્ટે સુનાવણી માટે ૬ જુલાઈની તારીખ નક્કી કરી

નવી દિલ્હી, તા.૩૦,

મોદી સરનેમને લઈને ટિપ્પણી સાથે જોડાયેલા માનહાનિ કેસમાં લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ મામલે રાહુલ પર આરોપ નક્કી કરવામાં આવશે. રાંચીની એમપી/એમએલએ કોર્ટે ગત દિવસોમાં આરોપ રચનાના પોઈન્ટ પર સુનાવણી માટે ૬ જુલાઈની તારીખ નક્કી કરી છે. આરોપ રચના દરમિયાન કોર્ટેમાં નિવેદન નોંધાવવા માટે રાહુલ ગાંધીને રાંચીની એમપી/એમએલએ કોર્ટ આવવું પડશે.

વકીલ પ્રદીપ મોદી દ્વારા ૨૩ એપ્રિલ ૨૦૧૯એ નોંધાયેલા મામલાને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧એ એમપી/એમએલએ કોર્ટમાં સ્થળાંતરિત કરવામાં આવ્યો હતો. તે બાદ કોર્ટે રાહુલ વિરુદ્ધ સમન્સ જારી કર્યું. આની પર રાહુલે અરજી દાખલ કરીને હાજરીથી છુટ માગી, જેને કોર્ટે ફગાવી દીધી. હવે નિવેદન નોંધાવવા માટે રાહુલે કોર્ટ આવવું પડશે.

લાલપુર વિસ્તારના રહેવાસી વકીલ પ્રદીપ મોદીએ સિવિલ કોર્ટ રાંચીમાં ૨૩ એપ્રિલ ૨૦૧૯માં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદકર્તાએ અરજીમાં કહ્યું હતું કે રાહુલ ગાંધીએ મોદી સરનેમ ધરાવતા લોકોને લઈને જે ટિપ્પણી કરી છે તેનાથી સમગ્ર મોદી સમાજને ઠેસ પહોંચી છે.

(11:54 AM IST)