<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

નાઈજીરીયામાં સુસાઇડ બોમ્બ એટેક: ૧૮ના મોત: ૪૨ ગંભીર: મહિલા સુસાઈડ બોમ્બરે પીઠ પાછળ બાળકને બાંધી અને એક લગ્ન સમારંભમાં પોતાની જાતને ફૂંકી મારી

આફ્રિકાનો નાઈજીરીયા દેશ ફરી એકવાર આત્મઘાતી બોમ્બ હુમલા થી હચમચી ઉઠ્યું છે ઉત્તરપૂર્વીય નાઈજીરીયા ના બોરનો અને કેમરોનના સરહદી વિસ્તારમાં બીજો હુમલો થયો હતો 

નાઈજીરીયા બોર્નો શહેરમાં ત્રણ વિસ્ફોટો થયા હતા. એક વિસ્ફોટમાં એક મહિલા હુમલાખોરે પોતાના પીઠ પર પટ્ટામાં બાંધેલ બાળકને લઈને લગ્ન સમારંભની મધ્યમાં આત્મઘાતી સુસાઇડ વિસ્ફોટ કર્યો હતો 

૧૮ મૃતકોમાં બાળકો પુરુષો મહિલાઓ અને ગર્ભવતી મહિલાઓનો સમાવેશ થાય છે

(11:59 AM IST)