તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
ભારતીય ક્રિકેટ ટીમને ચો તરફ અભિનંદનનો વરસાદ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, રાહુલ ગાંધી તથા રાજનાથસિંહે સોશ્યલ મીડિયા મારફત કરી પ્રશંસા

નવી દિલ્લી: T- 20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ શનિવારે રાત્રે દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. કાશ્મીરથી કન્યાકુમારી સુધી લોકો રસ્તાઓ પર ઢોલ વગાડીને ઉજવણી કરી રહ્યા હતા. દેશવાસીઓના હાથમાં તિરંગો ધ્વજ હતો અને તેમના હોઠ પર 'ઈન્ડિયા-ઈન્ડિયા'ના નારા હતા. નેતાઓ, અભિનેતાઓથી લઈને સામાન્ય લોકો સુધી દરેક ટીમ ઈન્ડિયાને અલગ-અલગ રીતે સતત અભિનંદન આપી રહ્યા છે.
ભારતીય ટીમને અભિનંદન આપતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 'X' પર લખ્યું કે, 'ટી-20 વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મારા હાર્દિક અભિનંદન. ક્યારેય ન હાર માનવાની ભાવના સાથે ટીમ કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થઈ અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ કૌશલ્ય પ્રદર્શિત કર્યું. ફાઈનલ મેચમાં આ અસાધારણ જીત હતી. શાબાશ, ટીમ ઈન્ડિયા, અમને તમારા પર ગર્વ છે.
આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રોહિત બ્રિગેડને જીત માટે અભિનંદન આપતા 'X' પર લખ્યું કે, 'ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપમાં શાનદાર જીત અને સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન માટે અભિનંદન! સૂર્યાનો કેચ શાનદાર હતો. રોહિત આ જીત તમારા નેતૃત્વનો પુરાવો છે. રાહુલ દ્રવિડ હું જાણું છું કે ટીમ ઈન્ડિયા તમારું માર્ગદર્શન મિસ કરશે. બ્લુમાં અદ્ભુત ખેલાડીઓએ આપણા દેશને ગૌરવ અપાવ્યું છે.'
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, 'ભારતીય ક્રિકેટ ટીમની ખૂબ જ અવિશ્વસનીય જીત અને સિદ્ધિ છે. ભારતીય ટીમે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો છે. ભારત T20 ક્રિકેટ વર્લ્ડકપ જીતવાથી સમગ્ર દેશ ખુશ છે. આ માટે ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન.'
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
