News of Sunday, 30th June 2024
ઉત્તર ભારતમાં આગામી ચાર દિવસ ભારે વરસાદનું યલો એલર્ટ: અનેક રાજ્યોમાં વરસાદની ચેતવણી:જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ
દક્ષિણ-પૂર્વ મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ તેલંગાણામાં વાવાઝોડા અને તેજ પવનની શક્યતા:યુપી, છત્તીસગઢ, ઓડિશા અને પૂર્વ રાજસ્થાન માટે ઓરેન્જ એલર્ટ જારી

નવી દિલ્હી ;દિલ્હી એનસીઆરમાં શનિવારે આકાશ વાદળછાયું રહ્યું હતું. દિલ્હી NCR સહિત ઘણા રાજ્યોમાં ચોમાસું આવી ગયું છે, હવામાન વિભાગે દિલ્હી NCRમાં ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ ઉત્તર ભારતમાં આગામી 4 દિવસમાં ભારે વરસાદની સંભાવના છે
હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ, પંજાબ અને તેને અડીને આવેલા હિમાચલ પ્રદેશ, ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દક્ષિણ-પૂર્વ મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ તેલંગાણામાં વાવાઝોડાં અને ભારે પવનની અપેક્ષા છે. .
યુપી, છત્તીસગઢ, ઓડિશા અને પૂર્વ રાજસ્થાન માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અરુણાચલ પ્રદેશ અને આસામમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના કેટલાક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ચાલુ છે. વરસાદ બાદ અહીંનું વાતાવરણ સારું થઈ ગયું છે.રાજધાની લખનૌ રાજ્યના લગભગ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે રવિવારે મહારાજગંજ, બહરાઈચ, લખીમપુર ખેરી, સિદ્ધાર્થ નગર, બલરામપુર, શ્રાવસ્તી સહિત ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત, આજે પશ્ચિમ અને પૂર્વ યુપીમાં મોટા ભાગના સ્થળોએ જોરદાર વાવાઝોડા સાથે વરસાદ પડશે તેવું કહેવામાં આવી રહ્યું છે.
તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરામાં આજથી 3 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 228 મીમી વરસાદ નોંધાયો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં જૂન મહિનામાં 24 કલાકનો આ સૌથી વધુ વરસાદ છે.
તેમજ આગામી પાંચ દિવસ દરમિયાન કેરળ, ગોવા, ગુજરાત, કર્ણાટક, કોંકણ અને મહારાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે. મરાઠવાડા, રાયલસીમા, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી, તટીય આંધ્ર પ્રદેશમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
