તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 30th June 2024
ગુજરાતના 56 વિદ્યાર્થીઓએ રી-નીટ ની વિરૂધ્ધમાં સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરી
તેઓએ ઘણાં વર્ષો મહેનત કરીને નીટ - યુજી આપી , હવે જો ફરી વખત નીટ લેવામાં આવે તો ડિપ્રેશનમાં આવી જશે તેવી દહેશત: પીટીશનમાં ઉલ્લેખ

સમગ્ર દેશમાં મેડીકલ એન્ટ્રન્સ એક્ઝામ નીટ-યુજી 2024 (NEET-UG 2024) સંદર્ભે ગેરરીતિ અને પેપર લીક ના મામલે ભારે હોબાળો મચી ગયો છે. ગેરરીતિ અને પેપર લીક મામલે કેન્દ્ર સરકારે સી. બી. આઈ. ને તપાસ સોંપી છે તથા વિવિધ રાજ્યોમાંથી 26 જેટલા શકમંદોની ધરપકડ પણ કરવામાં આવી છે. આ તમામ પરિબળો વચ્ચે સમગ્ર દેશમાં ફરી વખત 4700 થી વધુ સેન્ટરો ઉપર 24 લાખ જેટલા વિદ્યાર્થીઓની નીટ-યુજી ફરી વખત લેવાની ચર્ચા- માંગણી સામે આવી રહી છે.
નામદાર સુપ્રીમ કોર્ટ સુધી પણ આ વાત પહોંચી છે ત્યારે ફરી વખત નીટ-યુજી 2024 ન લેવાય તે માટે તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા ગુજરાતના 56 વિદ્યાર્થીઓ કે જેઓએ ડોક્ટર બનવાના સપના સાથે દિવસ-રાત મહેનત કરીને સારા માર્કસે નીટ પાસ કરી છે, તેઓએ આજરોજ નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ પીટીશન દાખલ કરી છે. તેઓએ સુપ્રીમ કોર્ટ સમક્ષ યાચના કરતા પીટીશનમાં ઉલ્લેખ કરેલો છે કે તેઓએ ઘણાં વર્ષો મહેનત કરીને નીટ - યુજી આપી છે. હવે જો ફરી વખત નીટ લેવામાં આવે તો તેઓ ડિપ્રેશનમાં આવી જશે તેવી દહેશત વ્યક્ત કરી છે તેવું વાલીમંડળના સભ્યો કહી રહ્યા છે.મહેનતુ અને નિષ્ઠાપૂર્વક નીટ-યુજી આપનાર વિદ્યાર્થીઓ ચિંતાગ્રસ્ત પરિસ્થિતિમાં મૂકાય ગયાનું ગુજરાત વાલીમંડળના સભ્યો કહી રહ્યા છે. સિદ્ધાર્થ કોમલ સિંગલા અને અન્ય vs NTA(નેશનલ ટેસ્ટીંગ એજન્સી) તથા અન્ય નામથી આ પીટીશન દાખલ થઈ છે. સુપ્રીમ કોર્ટેમાં આ પીટીશન એડવોકેટ ઓન રેકોર્ડ દેવેન્દ્ર સિંઘ( એડવોકેટ) દ્વારા ફાઈલ કરવામાં આવેલ છે તથા એડવોકેટ ડૉ.અવિનાશ પોદાર દ્વારા દલીલ (આરગ્યું) કરવામાં આવશે. આવતા અઠવાડીયામાં મેટર (પીટીશન) આગળ ચાલશે તેવું વાલીમંડળના સભ્યો કહી રહ્યા છે.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
