તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Monday, 1st July 2024
મોંઘવારીના મોરચે થોડી રાહત : કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૩૧ રૂપિયાનો ઘટાડો
૧૪.૨ KG ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નથી :કોમર્શિયલ ગેસ સિલિન્ડર હવે દિલ્હીમાં ૧૬૪૬ રૂપિયામાં મળશેઃકોલકાતામાં ૧૭૫૬ રૂપિયામાં ઉપલબ્ધ છે, મુંબઈમાં સિલિન્ડરની કિંમત ૧૬૨૯ રૂપિયાથી ૩૧ રૂપિયા ઘટીને ૧૫૯૮ રૂપિયા થઈ

નવી દિલ્હી,તા.૧: મોંઘવારીના મોરચે થોડી રાહત મળી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં આજથી ૩૧ રૂપિયાનો ઘટાડો થયો છે. હવે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર ૧૬૭૬ રૂપિયાના બદલે ૧૬૪૬ રૂપિયામાં મળશે. આ સિલિન્ડર હવે કોલકાતામાં ૧૭૫૬ રૂપિયામાં ઉપલબ્ધ છે, પહેલા તેની કિંમત ૧૭૮૭ રૂપિયા હતી.
મુંબઈમાં સિલિન્ડરની કિંમત ૧૬૨૯ રૂપિયાથી ૩૧ રૂપિયા ઘટીને ૧૫૯૮ રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં સિલિન્ડર ૧૮૦૯.૫૦ રૂપિયામાં ઉપલબ્ધ છે. જોકે, ૧૪.૨ KG ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે દિલ્હીમાં ઈં ૮૦૩ અને મુંબઈમાં ઈં ૮૦૨.૫૦માં ઉપલબ્ધ છે.
ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં છેલ્લે ૯ માર્ચ, ૨૦૨૪ના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેના દરમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ૮૦૩ રૂપિયા, કોલકાતામાં ૮૨૯ રૂપિયા, મુંબઈમાં ૮૦૨.૫૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૮૧૮.૫૦ રૂપિયા છે. ૧ જૂન ૨૦૨૩દ્ગક્ર રોજ દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત ૧૧૦૩ રૂપિયા હતી. કંપનીઓએ ૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ તેમાં ૨૦૦ રૂપિયાના મોટા ઘટાડાનું એલાન કર્યું અને પછી કિંમત ઘટીને ૯૦૩ રૂપિયા થઈ ગઈ. આ પછી, ફરીથી ૯ માર્ચ, ૨૦૨૪ ના રોજ, કંપનીઓએ તેની કિંમતમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
