<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

‘‘પ્રેમ ના ફુલો''

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

  ધ્‍યાન છે અંદર નિરખવું

 

પ્રિય  યોગ યશા,

પ્રેમ, બીજને સ્‍વયંની સંભાવનાઓની કંઇ પણ ખબર નથી હોતી,

એવો જ મનુષ્‍ય પણ છે.

તેને પણ ખબર નથી કે તે શુ છે- શું થઇ શકે છે?

પરં તુ, બીજ કદાચ સ્‍વયંની અંદર નિરખી પણ નથી શકતું.

પરં તુ મનુષ્‍ય તો નિરખી શકે છે.

આ નિરખવું જ ધ્‍યાન છે.

સ્‍વયંના પૂર્ણ સત્‍યને હમણા અને અહી (Here and Now)જાણવું જ ધ્‍યાન છે.

ધ્‍યાનમાં ઊતર-ઊંડે અને ઊંડે.

 ઊંડાણતાનાં દર્પણમાં સંભાવનાઓનું પૂર્ણ પ્રતિફલન ઉપલબ્‍ધ થઇ જાય છે.

અને જે થઇ શકે તે થવાની શરૂઆત થઇ જાય છે.

જે સંભવ છે, તેની પ્રતિતિ જ તેને વાસ્‍તવિક બનાવવા લાગે છે.

બીજ જેવું જ સંભાવનાઓના સ્‍વપ્‍નાંઓથી આંદોલિત થાય છે., તેવું જ અંકુરિત થવા લાગે છે.

શકિત સમય અને સંકલ્‍પ બધું ધ્‍યાને સમર્પિત કરી દે.

કારણ કે ધ્‍યાન જ તે દ્વારહીન દ્વાર છે જે સ્‍વયંને જ સ્‍વયંથી પરિચિત કરાવે છે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:24 AM IST)