તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 1st July 2024
માણાવદરમાં આભ ફાટયું ૧૦ ઇંચ
મેઘો રિઝયોઃ ખંભાળીયા-વિસાવદર ૭, દ્વારકા ૬ાા, મેંદરડા-ધોરાજી-જેતપુર-કોટડાસાંગાણી-પ, ગોંડલ-રાજકોટ-બાબરા સવા ૪ા, ઉપલેટા-પડધરી-૪, કાલાવડ-જામકંડોરણા ૩ ઇંચઃ સર્વત્ર મેઘમહેરથી હરખની હેલી

રાજકોટ તા. ૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલથી સાર્વત્રિક મેઘમહેર થતાં સૌના હૈયે ટાઢક થઇ છે. જુનાગઢ જીલ્લાના માણાવદરમાં આભ ફાટયું હોય તેમ ૧૦ ઇંચ વરસાદ વરસ્યો છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા રિઝયા છે અને ખંભાળીયા વિસાવદર ૭ ઇંચ, દ્વારકા મેઘરાજા મહેરબાન થયા છે
અનેક વિસ્તારોમાં ઝાપટાથી માંડીને બે ઇંચ સુધી વરસાદ પડયો છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જુનાગઢ જિલ્લામાં મોડી રાત્રીથી મેઘો મંડાયો છે અને તેમાં માણાવદર પંથકમાં આભ ફાટયું હોય એવી સ્થિતિ સર્જાયેલ છે. માણાવદર અને તેની આસપાસના વિસ્તારોમાં ૧૦ ઇંચ વરસાદ થતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે.
રવિવારે હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસ્યા બાદ રાત્રિના બે વાગ્યાથી મેઘરાજાએ આળસ મરડી છે. સમગ્ર જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.
માણાવદર તાલુકામાં રાત્રિના બે વાગ્યા થી મેઘાએ મંડાણ કર્યા છે. અને થાકયા વગર સતત વરસી રહ્યા હોવાથી માણાવદર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાયેલ છે. રાત્રિના બે વાગ્યાથી વાગ્યા થી છ વાગ્યા સુધીમાં માણાવદર ખાતે ૨૧૦ મિમી એટલે કે આઠ ઈંચ કરતા વધારે પાણી પડ્યાનું નોંધાયું હતું. આ પછી પણ આજે બીજા દિવસે માણાવદર વિસ્તારમાં વરસાદ ચાલુ હોવાથી સવારના ૬ થી ૮ દરમિયાન વધુ ૩૬ મીમી વરસાદ થતાં અત્યાર સુધીમાં એટલે કે રાત્રે ના બે વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધીમાં ૧૦ ઇંચ કરતા વધારે વરસાદ થયો છે જેના પરિણામે જનજીવનને ભારે અસર થઈ છે. માણાવદર તાલુકામાં મોડી રાત્રીથી મેઘો મંડાયો હોય નદી નાાળાઓમાં પુર આવ્યા છે.
સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન વંથલી તાલુકામાં ૧૫૪ મીમી, વિસાવદરમાં ૧૦૩ મીમી, મેંદરડા ખાતે ૧૨૮ મીમી, કેશોદમાં ૭૦ મીમી, માંગરોળમાં ૩૦મીમી અને માળીયાહાટીના તાલુકામાં ૫૫ મીમી વરસાદ નોંધાયો હતો.
આ પછી પણ આજે સવારે સતત બીજા દિવસે પણ જુનાગઢ જિલ્લામાં મેઘરાજાએ મુકામ કર્યો હોય સવારના ૬ થી ૮ દરમિયાન માણાવદર વિસ્તારમાં ૩૬ મીમી, વંથલીમાં ૫૪ મીમી, ભેસાણમાં ૧૫મીમી, વિસાવદર તાલુકામાં ૭૭ મીમી, મેંદરડામાં ૨૭મીમી, કેશોદ પંથકમાં ૨૬મીમી, માંગરોળમાં ૨૯ અને માળીયાહાટીના તાલુકામાં ૨૨મીમી વરસાદ નોંધાયો છે.
ખંભાળીયા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : ખંભાળિયામાં આજે વહેલી સવારે છ થી આઠ સાડા ચાર ઇંચ જેટલો ભારે વરસાદ ઠેર પાણી ભરાયા તળાવો ચેક ડેમો પાણીથી ભરાઈ ગયા કલ્યાણપુર તાલુકામાં બે ઇંચ વરસાદ તથા ભાણવડમાં પૂર્ણ ઇંચ વરસાદ દ્વારકામાં ગઈકાલે રાત્રે ધોધમાર સાડા સાત ઇંચ વરસાદ પડ્યો દ્વારકા જિલ્લામાં સચરાચાર વરસાદથી તમામ વિસ્તારના ખેડૂતો વાવણી કરી શકયા છે તથા જેમણે વાવણી કરી ગઈ લીધી તેમના માટે તો આ વરસાદ ખૂબ જ ફાયદાકારક થશે વરસાદના કારણે તળાવો ચેક ડેમો પાણીથી ભરાતા અનેક ગામોની પાણીની સમસ્યા પણ હલ થઈ ગઈ છે આજનો આ ભારે વરસાદ અનેક ડેમોમાં નવું પાણી લાવે તેવી પણ સંભાવના છે ગઈકાલે હવામાન આગાહીકાર કનુભાઈ કણજારીયા એ સોમવારે વરસાદ આખા જિલ્લામાં પડશે તેવી આગાહી કરી હતી તે સાચી પડી છે આજે સવારથી જ વરસાદના મંડાણ થયા છે અને કયાંક ધીમી ધારે નો તો કયાંક જોરદાર વરસાદ પડ્યો છે
કોડીનાર
(અશોક પાઠક દ્વારા) કોડીનારઃ કોડીનાર પંથક માં ગઈકાલે રાત્રી નાં આઠ થીઆજ સવારના આઠ સુધી માં કુલ ત્રણ ઇંચ વરસાદ પડયો છે જ્યારે મોસમનો કુલ વરસાદ આઠ ઈંચ પડેલ છેજ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી પ્રસરી છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા દોઢ ઈંચ ઘોઘમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે ગ્રામ્ય પંથકમાં પણ માં ઝરમર થી લઈ અડધાથી એક ઇંચ વરસાદ પડ્યો છે.
ગોહિલવાડ પંથકમાં મેઘરાજા ધીમીધારે વરસાદ વરસાવી રહ્યા છે. શહેર અને સમગ્ર જિલ્લામાં ધીમીધારે અડધા થી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
આજે સોમવારે સવારે ૬:૦૦ કલાકે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલ્લભીપુરમાં - ૪૩ મિમી, ઉમરાળામાં -૪૧ મિમી, ભાવનગરમાં - ૯ મિમી, ઘોઘામાં - ૨૧ મિમી, સિહોરમાં - ૧૭ મિમી, ગારીયાધારમાં - ૧૦ મિમી, પાલીતાણામાં - ૧૫ મિમી, તળાજામાં - ૨૭ મિમી, મહુવામાં - ૩૪ મિ.મી .તથા જેસરમાં - ૨ મિમી વરસાદ નોંધાયો છે.
આજે સવારે ભાવનગર શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
