News of Monday, 1st July 2024
પૂર્વ અમેરિકન અધિકારીના દાવાથી મોટો ખળભળાટ :કહ્યું- ભારત તાલિબાનની મદદથી પાકિસ્તાનમાં આતંકીઓને મારી રહ્યું છે: જુઓ વિડિઓ
અમેરિકી ગુપ્તચર એજન્સીના ભૂતપૂર્વ અધિકારી સારાહ એડમ્સે તાલિબાન સાથે ભારતના સંબંધો અને કહ્યું-તાલિબાન ભારતના દુશ્મનોને મારી રહ્યા છે.

CIA Official, Sarah Adams, claiming that India pays the Taliban a paltry $10 million dollars to help carry out hits against Kashmiri, Khalistani, & other terrorists across Pakistan. pic.twitter.com/pD5BskXiYb
— The Emissary (@TheEmissaryCo) June 29, 2024
પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની હત્યાને લઈને અમેરિકા દ્વારા મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. અમેરિકી ગુપ્તચર એજન્સીના ભૂતપૂર્વ અધિકારી સારાહ એડમ્સે તાલિબાન સાથે ભારતના સંબંધોનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, તાલિબાન ભારતના ઈશારે પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોને મારી રહ્યા છે. તેમના નિવેદનનો વીડિયો વાયરલ થયા બાદ ભારે ચર્ચા છેડાઈ છે. લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
સારાહ એડમ્સ શોન રેયાન શોમાં અમેરિકા, ચીન અને અન્ય ઘણા મુદ્દાઓ વિશે વાત કરી રહી હતી. તેણે દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની હત્યા પાછળ ભારતનો હાથ છે. તેમણે કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે ભારત મુલ્લા દાઉદ નામના વ્યક્તિને કેટલાક પૈસા આપે છે. આ પૈસા બલૂચિસ્તાન લિબરેશન આર્મી અને ટીટીપીને આપવામાં આવે છે, જેથી પાકિસ્તાનને હેરાન કરી શકાય. આ બધુ જ ચાલે છે જેના વિશે આપણે જાણીએ છીએ, પરંતુ પછી અમે કંઈક એવું સાંભળ્યું જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી
તેણે દાવો કર્યો હતો કે ભારતે મુલ્લા યાકુબને 10 મિલિયન ડોલર (83.36 કરોડ રૂપિયા) આપ્યા હતા. આ પૈસા ગેકો બેઝને ફંડ આપવા માટે મોકલવામાં આવ્યા હતા, મુલ્લા યાકૂબ હાલમાં તાલિબાન વહીવટમાં સંરક્ષણ પ્રધાન છે. યાકુબ તાલિબાન નેતા મુલ્લા ઉમરનો પુત્ર છે, જ્યારે ગેકો બેઝ કંદહાર પાસે એક હવેલી છે, જે મુલ્લા ઉમરની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે અમેરિકન સેના અફઘાનિસ્તાનમાં આવી તો તેણે તેને CIA બેઝ બનાવી દીધું, અહીંથી જ અમેરિકાનું સ્પેશિયલ ઓપરેશન ચાલતું હતું. પાછળથી તેને ગેકો કેમ્પ કહેવામાં આવ્યું.
એડમ્સે કહ્યું, જ્યારે અમે આટલી મોટી રકમ અંગેના સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કર્યો ત્યારે અમને ખબર પડી કે ભારત તાલિબાનનો ઉપયોગ કરી રહ્યું છે. તાલિબાનના માધ્યમથી જ ભારત પાકિસ્તાનમાં આતંકવાદીઓને મારી રહ્યું હતું. આ સાંભળીને શોમાં બેઠેલા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. એડમ્સે કહ્યું, "હું શપથ લઉં છું." હું જાણું છું કે આ ઘણા પ્રશ્નો ઉભા કરે છે, પરંતુ તાલિબાન નેટવર્ક દ્વારા સમગ્ર પાકિસ્તાનમાં હત્યાઓ થઈ રહી છે. હવે એડમ્સના આ વિડિયો બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. લોકો પોતાના પ્રતિભાવો પણ આપી રહ્યા છે
(12:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
