News of Monday, 1st July 2024
આનંદસિંહે અકસ્માતમાં બંને પગ ગુમાવ્યાઃ આ વર્ષે ૧૩મી વાર કરશે બાબા અમરનાથની યાત્રા
મન હોય તો માળવે જવાય

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ,તા. ૧: રાજસ્થાનના જયપુરના આનંદ સિંહે ૨૦૦૨માં એક દુર્ઘટનામાં પોતાના બંને પગ ગુમાવી દીધા હતા. આ વર્ષે ૧૩મી વાર ભગવાન શિવના દર્શન કરવા પવિત્ર અમરનાથ યાત્રા કરી રહ્યા છે. ભગવાન શિવના ભકત આનંદસિંહ ૩૮૮૦ મીટર ઉંચાઇએ બાબા બર્ફાનીના દર્શન કરવા યાત્રાએ નીકળ્યા છે.
આનંદસિંહ જણાવેલ કે હુ ૨૦૧૦માં પ્રથમવાર બાબાના દરબારમાં શિશ ઝુકાવેલ. તેઓ વર્ષે ૨૦૧૩માં કેદારનાથમાં પુરના કારણે તથા બે વર્ષ કોવીડ મહામારીના લીધે યાત્રા કરી શકયા ન હતા. ૨૨ વર્ષ પહેલા ટ્રેન અકસ્માતમાં બંને પગ ગુમાવનાર આનંદસિંહ ટ્રકના ટાયર પર બેસી હાથો વડે ૨૦૧૫ સુધી યાત્રા કરી હતી.
જો કે ત્યારબાદ શારીરીક કમજોરીના કારણે તેમણે ડોલી કે ઘોડા પર યાત્રા કરવાની શરૂ કર્યું હતું. તેમણે જણાવેલ કે શરૂના ૪-૫ વર્ષ હું હાથો વડે પોતાને ઘસડીને યાત્રા કરતો હતો બાદમાં તે મારા માટે મુશ્કેલ બનતા હવે હું પાલખીમાં યાત્રા કરૂં છું.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
