News of Monday, 1st July 2024
અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ બાલતાલ પહોંચતા યાત્રીઓ બને છે ઉત્સાહીત : અસ્થાયી બજારમાં કરે છે ખરીદી
દરરોજ અડધી રાતે સુરક્ષા દળોની કડક વ્યવસ્થા હેઠળ ભાવિકોની ચહલ-પહલ શરૂ થાય છે લંગરોમાં યાત્રાળુઓની ભારે ભીડ : વ્યવસ્થાથી આસ્થાળુઓને સંતોષ

(સુરેશ ડુગર દ્વારા) જમ્મુ તા. ૧ : અમરનાથ યાત્રાની શરૂઆત સાથે જ ગંદરબલ જિલ્લામાં યાત્રાની આધાર શિબિર બાલતાલમાં ઉત્સવનો માહોલ છે. સિંધ નાળાના કિનારે બાલતાલ સ્થિત આધાર શિબિર ૨૪ કલાક ચાલુ રહે છે.
દરરોજ અડધી રાત આસપાસ સુરક્ષા દળોની કડક નજર હેઠળ વિશાળ શિબિરમાં ચહલ પહલ શરૂ થઈ જાય છે. દેશના વિભિન્ન ભાગોમાંથી યાત્રીઓ બસોમાં બેસીને ૩૦૦ કિલોમીટર લાંબા શ્રીનગર-જમમું હાઇવે થી બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પની યાત્રા કરે છે. કેટલાક ચેક પોઇન્ટ થી પસાર થયા બાદ બાલતાલ આધાર શિબિર પહોંચતા યાત્રીઓમાં ઉત્સવનો માહોલ હોય છે.
યાત્રીઓનું સ્વાગત ભજનો, ભરપૂર રોશની તથા સજાવટ વાળા લંગરોથી થાય છે. આધાર શિબિરમાં એક આખી બજાર છે. જેમાં લંગર અને મુસલમાનો દ્વારા સંચાલિત અસ્થાયી દુકાનો છે, જે પૂજા સામગ્રી અને અન્ય સામાન વેચે છે. યાત્રીઓનો ઉત્સાહ બેઝ કેમ્પમાં પહોંચતા અને રોકાવા દરમ્યાન જોઈ શકાય છે. યાત્રી બેસ કેમ્પમાં સ્વતંત્ર રૂપથી ફરે છે. તસવીરો ખેંચવી અને બજારમાં ઉપલબ્ધ વિભિન્ન પ્રકારની ચીજો ખરીદવામાં વ્યસ્ત બને છે. યાત્રીઓ માટે લગાવેલા લંગરોમાં ભારે ભીડ જોવા મળે છે.
યાત્રીઓએ જણાવેલ કે યાત્રાને લઈને તેઓ ખૂબ જ ઉત્સાહિત છે અને તેમના મનમાં કોઈ પણ જાતનો ડર નથી. અમદાવાદના એક ભાવિક કમલ મિશ્રાએ જણાવેલ કે અમારા મનમાં કોઈ ડર નથી અહીં સરકાર અને તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા સંતોષજનક છે.
બાલતાલમાં સામાન્ય રીતે કાશ્મીરી મુસ્લિમ જોવા મળે છે. તેઓ અમરનાથ યાત્રીઓ માટે સ્થાનીય સ્તર પર સેવા પ્રદાન કરનાર પ્રમુખ વ્યક્તિઓ છે. સ્થાનીય સેવા પ્રદાન પ્રદાતાઓમાં મોટાભાગે તે લોકો સામેલ છે જેમણે યાત્રીઓ માટે પોતાના કયોસ્ક અને ટેન્ટ લગાવ્યા છે. અને તેમની રાહ જોઈ રહ્યા છે.
એક યાત્રી સુરેશ શર્મા મુજબ કે તેઓ યાત્રા માટે ઉત્સાહિત છે. હું બીજી વખત અહીં આવ્યો છું. પણ મંદિર ની દરેક યાત્રા મને ઉત્સાહિત કરે છે. અમરનાથ ગુફા મંદિર માટે બાલતાલ બેઝ કેમ્પથી નીકળ્યા બાદ યાત્રી ૧૪ કિલોમીટરનો નાનો રસ્તો પસંદ કરે છે. જેમાં ઢાળ ખૂબ જ છે અને ચડાઈ કરવાનું મુશ્કેલ છે.જે બાલતાલથી શરૂ થાય છે અને ગુફા મંદિર સુધી પહોંચતા પહેલા ડોમીયાલ, બરારી અને સંગમથી પસાર થાય છે. યાત્રીઓ પગે ચાલીને કે હેલિકોપ્ટર દ્વારા ગુફા મંદિર સુધી પહોંચે છે. મોટાભાગના યાત્રી ટટ્ટુની સવારી કે પાલખી પસંદ કરે છે.
સ્થાનિક મુસલમાનો યાત્રીઓને ટટુ કે પોતાના ખભા ઉપર ઉઠાવીને લઈ જાતા દેખાય છે. કાશ્મીરી મુસલમાન પગપાળા જતા યાત્રીઓને પહાડીના છેડે રહેવા અને ઘાટીના છેડે ન જવાની સલાહ આપતા દેખાય છે. રસ્તામાં અનેક ચાની દુકાનો જેમાં દરેક દુકાન પર બોર્ડ પર શિવલિંગની તસવીરો પણ લાગેલી નજરે પડે છે.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
