<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

ફ્રાન્સની ચૂંટણીમાં પ્રથમ એક્ઝિટ પોલમાં મેરીન લી પેનની મુસ્લિમ વિરોધી ફાર રાઇટ પાર્ટીનો પ્રથમ રાઉન્ડમાં વિજય: પ્રેસિડેન્ટ મેક્રોનના સેન્ટ્રીસ્ટ મોરચાને મારે લપડાક

 

ફ્રાંસની સામાન્ય ચૂંટણીમાં હાલના પ્રેસિડેન્ટ મેક્રોનના સેન્ટ્રીસ્ટ મોરચાને મારે લપડાક પડી છે અને વિવિધ એક્ઝિટ પોલમાં ૨૦.૩ ટકા મતો સાથે ત્રીજા નંબરે રહેલ છે..

ફ્રાન્સની ચૂંટણીમાં 'મુસ્લિમ વિરોધી' પાર્ટી જીતી શકે છે, ભારતના મિત્ર મેક્રોનની મધ્યસત્ર ચૂંટણીનો દાવ બેકફાયર થયો છે.

યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ફ્રાન્સમાં મધ્યસત્ર ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો હતો.  નૈતિકતાના આધારે લેવાયેલ આ નિર્ણય હવે તેમના માથે ભારે પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હવે ફ્રાન્સમાં અત્યંત જમણેરી પક્ષ સત્તામાં આવે તેવી અપેક્ષા છે.

હવે આ ચૂંટણીમાં ઈમેન્યુઅલ મેક્રોનનો પરાજય થતો જણાય છે.

નાઝી યુગ પછી પ્રથમ વખત સત્તાની લગામ રાષ્ટ્રવાદી અને દૂર-જમણેરી તાકાતોના હાથમાં આવી શકે છે.  બે તબક્કામાં યોજાનારી સંસદીય ચૂંટણી ૭ જુલાઈએ યોજાશે.  ચૂંટણીના પરિણામોની યુરોપિયન નાણાકીય બજારો, યુક્રેન માટે પશ્ચિમી સમર્થન અને વૈશ્વિક લશ્કરી દળો અને પરમાણુ શસ્ત્રાગારોના ફ્રાન્સના સંચાલન પર નોંધપાત્ર અસર થવાની સંભાવના છે.

ઘણા ફ્રેન્ચ મતદારો ફુગાવા અને આર્થિક ચિંતાઓથી ચિંતિત છે અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના નેતૃત્વથી પણ નિરાશ છે. 

મરીન લે પેનની ઈમિગ્રેશન વિરોધી 'નેશનલ રેલી' પાર્ટીએ ચૂંટણીમાં આ અસંતોષનો લાભ ઉઠાવ્યો છે અને ખાસ કરીને 'ટિકટોક' જેવા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા તેને વેગ આપ્યો છે. 

ચૂંટણી પૂર્વેના તમામ ઓપિનિયન પોલમાં 'નેશનલ રેલી'ની જીતની આગાહી કરવામાં આવી છે. 

નવું ડાબેરી ગઠબંધન 'ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ' પણ પ્રો-બિઝનેસ મેક્રોન અને તેમના કેન્દ્રવાદી જોડાણ 'ટુગેધર ફોર ધ રિપબ્લિક' સામે પડકાર ઊભો કરી રહ્યું છે.

દરમિયાન કાનૂની નિષ્ણાત અને કાર્યકર્તા રાયન ફ્રેસ્ચી કહે છે કે ચૂંટણીમાં અડધા મુસ્લિમ મતદારો દૂર રહેશે અને બાકીના અડધા મુસ્લિમ ડાબેરી ગઠબંધનને સમર્થન આપશે.

 

(3:12 PM IST)